લોહીથી લવ લેટર:આમિર ખાન પહેલી પત્ની રીના દત્તાના પ્રેમમાં એટલો પાગલ હતો કે લોહીથી લવ લેટર લખ્યો હતો, બંનેની લવ સ્ટોરી ફિલ્મ જેવી હતી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનના બીજીવાર ડિવોર્સ? આમિર ખાને કિરણ રાવ સાથે કરેલી ડિવોર્સની જાહેરાત બાદ ચારેબાજુ અત્યારે આ બંનેના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. તેમના ફેન્સને મોટો ઝાટકો લાગ્યો છે. આવો જ આંચકો આમિર ખાનના ફેન્સને વર્ષ 2002માં પણ લાગ્યો હતો જ્યારે તેણે તેની પહેલી પત્ની રીના દત્તા સાથે 16 વર્ષની રિલેશનશિપ પછી ડિવોર્સ લીધાં હતાં. આમિર અને રીનાને બે બાળકો ઇરા ખાન અને જુનૈદ ખાન છે.

આમિર ખાન અને રીના દત્તાની વાર્તા કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. બંને પાડોશી હતા અને ઘણીવાર કલાકો સુધી બારીમાંથી એકબીજાને તાકી રહેતાં હતાં. એક દિવસ આમિરે હિંમતપૂર્વક રીનાને તેના હૃદયની વાત કહી દીધી પણ રીનાએ તેને ના પાડી. આમિરે ઘણી વાર ઘણીવાર રીનાને તેના હૃદયની વાત કહી પણ તેણે દર વખતે તેને ના પાડી દીધી.

રીના સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા આમિરે લોહીથી લવ લેટર લખ્યો હતો
રીના સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા આમિરે લોહીથી લવ લેટર લખ્યો હતો

આમિરનું દિલ તૂટી ગયું હતું
આમિરે એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે સમયે હું બારી પર મારો મોટાભાગનો સમય વિતાવતો હતો. પરંતુ રીનાનો જવાબ બદલાયો નહીં. આમિરે કહ્યું કે, તે એવા લોકોમાંનો નહોતો કે જે હાર માની લે. જ્યારે હું રીનાને થોડા દિવસો પછી મળ્યો ત્યારે પણ તેનો જવાબ બદલાયો ન હતો. તે પછી મેં બારી તરફ જવાનું બંધ કરી દીધું હતું. મારું દિલ તૂટી ગયું હતું અને હું તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

રીનાને લોહીથી લવ લેટર લખ્યો હતો
જ્યારે રીનાએ આમિર ખાનને હા પાડી ત્યારે અભિનેતાએ તેના માટે કંઇક એવું કર્યું જે સાંભળીને દરેક વ્યક્તિ દંગ રહી જશે. જ્યારે આમિર રીના સાથેના સંબંધમાં હતો ત્યારે તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક આઇડિયા વિચાર્યો હતો. તેણે લોહીથી રીના માટે એક લેટર લખ્યો. જો કે, આમિરની આ હરકતથી રીના ખુશ થવાને બદલે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે આમિરને કહ્યું હતું કે તે ફરી ક્યારેય આવું કામ નહીં કરે. આમિરને પાછળથી સમજાઈ ગયું હતું કે પ્રેમ વ્યક્ત કરવાનો આ યોગ્ય રસ્તો નથી.

'લગાન'નાં પ્રોડક્શનમાં રીનાએ આમિરની મદદ કરી હતી
'લગાન'નાં પ્રોડક્શનમાં રીનાએ આમિરની મદદ કરી હતી

'લગાન' બનાવવામાં રીનાએ મદદ કરી હતી
રીના દત્તાએ આમિર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ લગાનને પૂર્ણ કરવામાં મદદ કરી. તેણે 'લગાન'નું પ્રોડક્શન કર્યું. રીનાએ 'લગાન'માં આમિરની મદદ કરી. તેણે 'કયામત સે કયામત તક' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી 'લગાન' તેની પ્રથમ ફિલ્મ હતી જેનું પ્રોડક્શન તેણે કર્યું હતું.

ડિવોર્સ પછી પણ આમિર અને રીના સારાં મિત્રો
વર્ષ 2002માં આમિર ખાન અને રીના છૂટા થયા. બંને હજી સારા મિત્રો છે અને 'પાની' ફાઉન્ડેશનમાં સાથે કામ કરે છે. રીના પાની ફાઉન્ડેશનની COO છે.

અન્ય સમાચારો પણ છે...