તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમિર-રીનાની લવ સ્ટોરી:એક સમયે રીનાના ગળા ડૂબ પ્રેમમાં હતો આમિર ખાન, આ લગ્ન પણ 16 વર્ષ સુધી ટક્યા, જાણો બંને વચ્ચે કેમ અંતર આવ્યું?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આમિર ખાન અને રીના દત્તા. - Divya Bhaskar
આમિર ખાન અને રીના દત્તા.
  • રીનાનું દિલ જીતવા માટે આમિરે તેના માટે પોતાના લોહીથી લવ લેટર લખ્યો હતો
  • બંનેએ લગ્ન કર્યા ત્યારે આમિર 21 વર્ષનો હતો અને રીના 19 વર્ષની હતી

પડદાના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનું વ્યક્તિગત જીવન જરાય પરફેક્ટ નથી દેખાઈ રહ્યું. બીજા લગ્નના 15 વર્ષ બાદ એક્ટર કિરણ રાવ સાથે અલગ થઈ ગયો અને છૂટાછેડાની જાણકારી આપી છે. બીજી વખત આમિર ખાનના લગ્નમાં તકરાર આવી છે. અગાઉ એક્ટરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન જીવન પણ લાંબું ચાલ્યું નહીં અને બંને અલગ થઈ ગયા.

2002માં રીનાની સાથે છૂટાછેડા લીધા હતા
આમિર ખાન અને રીનાએ વર્ષ 2002માં 16 વર્ષના લગ્ન જીવન પર પૂર્ણ વિરામ લગાવ્યું હતું. બંનેનું કહેવું હતું કે, તેમના છૂટાછેડા બંનેના પરિવારના લોકો માટે ટ્રોમા હતો. છૂટાછેડા બાદ પણ આમિરના રીના સાથે સારા સંબંધ હતા. આમિર રીનાની ઈજજ્ત પણ કરતો હતો. રીનાના કિરણ રાવ સાથે પણ સારા સંબંધ છે.

લોહીથી લવ લેટર લખ્યો
રિપોર્ટ્સના અનુસાર, આમિર ખાન એક સમયે રીનાના ગળા ડૂબ પ્રેમમાં હતો. પરંતુ ત્યારે રીનને આમિરમાં કોઈ રસ નહોતો. કહેવામાં આવે છે કે રીનાનું દિલ જીતવા માટે આમિરે તેના માટે પોતાના લોહીથી લવ લેટર લખ્યો હતો. આમિરે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે રીનાને લોહીથી લવ લેટર લખ્યો હતો. આમિરનું માનવું છે કે પ્રેમમાં આ બધું વ્યાજબી છે.

આમિરની બારીથી રીનાનું ઘર દેખાતું હતું
આમિર અને રીના એકબીજાના પાડોશી હતા. બંનેની બિલ્ડિંગ સામ સામે હતી. આમિરની બારીથી રીનાનું ઘર દેખાતું હતું. તેથી એક્ટર પોતાના ઘરની બારી પાસે વધારે સમય પસાર કરતો હતો. આમિરે રીનાને પ્રપોઝ કરી હતી પરંતુ રીનાએ તેનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જ્યારે આમિર ખાનને અહેસાસ થયો કે તેણે રીના દ્વારા કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો, ત્યારે એક્ટર હિંમત હારી ગયો. પરંતુ બંનેની કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આમિરે આશા છોડી દીધી અને તેણે રીનાને નજરઅંદાજ કરવાનું શરૂ કર્યું. ત્યારે રીનાએ આમિરમાં રસ દેખાડવાનું શરૂ કર્યું.

ધર્મ ક્યારે બંનેના પ્રેમની આડે નથી આવ્યો
રીના હિન્દુ અને આમિર મુસ્લિમ હતો. પરંતુ ધર્મ ક્યારે બંનેના પ્રેમની આડે નથી આવ્યો. જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે આમિર 21 વર્ષનો હતો અને રીના 19 વર્ષની હતી. તેમને કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ઘરે ગયા અને લગ્નને સીક્રેટ રાખ્યા. કેમ કે ત્યારે આમિર કમાતો નહોતો અને રીના અભ્યાસ કરી રહી હતી.

ઘણા ઓછા લોકોને ખબર છે કે પોતાની ડેબ્યુ ફિલ્મ 'કયામત સે કયામત તક'ના સમયે આમિર ખાન મેરિડ હતો. રીનાએ 'કયામત સે કયામત તક'માં નાનો રોલ પણ કર્યો હતો. તે ફિલ્મ લગાનના પ્રોડ્યુસરની હતી.એક સમયે રીનાના પ્રેમમાં ગળા ડૂબ આમિરે 16 વર્ષ બાદ આ સંબંધ તોડવાનો નિર્ણય કર્યો હતો. રિપોર્ટ્સના અનુસાર કિરણની સાથે વધતી નિકટતાના કારણે તેઓ અલગ થયા હતા. આમિર અને રીનાને બે બાળકો છે. જુનૈદ અને ઈરા.