તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ સિંહ ચઢ્ઢા:કોરોનામાંથી સાજો થઈને આમિર ખાન કામ પર પરત ફર્યો, લદ્દાખમાં શૂટિંગ કરી રહ્યો છે

મુંબઈ16 દિવસ પહેલા

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનને ગયા મહિને કોરોના થયો હતો. હવે આમિર ખાન રિકવર થઈ ગયો છે. સાજા થયા બાદ એક્ટરે બ્રેક લીધા વગર કામ ચાલુ કરી દીધું છે. આમિર પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ લદ્દાખમાં કરી રહ્યો છે. શૂટિંગની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયા છે.

ફિલ્મના મહત્ત્વના સીનનું શૂટિંગ લદ્દાખમાં થઈ રહ્યું છે. અહીંયા આમિર ખાન 45 દિવસ સુધી શૂટિંગ કરશે. આ ફિલ્મમાં પહેલાં વિજય સેતુપતિને લેવામાં આવ્યો હતો. જોકે, હવે તેની જગ્યાએ નાગ ચૈતન્ય જોવા મળશે. નાગ ચૈતન્ય પણ ટૂંક સમયમાં લદ્દાખમાં શૂટિંગ શરૂ કરશે.

કોરોનાને કારણે લોકેશન બદલ્યું
આમિર ખાનની ફિલ્મમાં કારગિલ વૉરનો સીન બતાવવામાં આવશે. આ સીનનું શૂટિંગ વિદેશમાં થવાનું હતું. આમિર ખાન વિદેશમાં લોકેશન જોવા પણ ગયો હતો, પરંતુ લૉકડાઉન તથા કોરોનાને કારણે વિદેશમાં શૂટિંગ કરવું શક્ય નહોતું. હવે ફિલ્મમાં યુદ્ધનો સીન લદ્દાખમાં શૂટ કરવામાં આવશે. અહીંયા કારગિલનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક
આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે શૂટિંગ પૂરું ના થઈ શક્યું. હવે આ ફિલ્મ ડિસેમ્બર, 2021માં રિલીઝ થાય તેવી શક્યતા છે.

જન્મદિવસના બીજા દિવસે સો.મીડિયા છોડ્યું હોવાની વાત કરી
14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિર ખાને જાહેરાત કરી છે કે તેણે સો.મીડિયા છોડી દીધું છે. તે હંમેશાંની જેમ પોતાને કળા પ્રત્યે સમર્પિત રાખશે. ચાહકોને આશા નહોતી કે આમિર આ રીતની કોઈ જાહેરાત કરશે.

સો.મીડિયામાં શું પોસ્ટ કરી?
આમિર ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું. અન્ય સમાચાર એ છે કે સો.મીડિયામાં આ મારી છેલ્લી પોસ્ટ છે. હું અન્યમાં ઘણો જ એક્ટિવ છું. તેથી જ મેં આ છોડવાનો નિર્ણય લીધો છે. પહેલાંની જેમ આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કરતાં રહીશું. વધુમાં AKPએ ઓફિશિયલ ચેનલ શરૂ કરી છે. ભવિષ્યમાં મારી તથા મારી ફિલ્મની અપડેટ્સ તમને અહીંથી મળી રહેશે. આ ઓફિશિયલ હેન્ડલ છે, @akppl_official. હંમેશાં બહુ બધો પ્રેમ.'

મોબાઈલ નહીં વાપરે
આજના ડિજિટલ યુગમાં આપણે 15 મિનિટ પણ મોબાઈલથી દૂર રહી શકતા નથી. મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી હવે તો મુશ્કેલ બની ગઈ છે. જોકે, ગયા મહિને આમિરે મોબાઈલનો ઉપયોગ ના કરવાનું નક્કી કર્યું હતું. આમિરને લાગે છે કે મોબાઈલને કારણે તેના કામમાં અડચણો આવી રહી છે.

ટીમ આમિરનો ફોન હેન્ડલ કરે છે
આમિરે 'નો ફોન પોલિસી' માત્ર સેટ પર જ નહીં, પરંતુ પર્સનલ લાઈફમાં પણ અપનાવી છે. આમિરે પહેલી ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કર્યો હતો. પરિવાર તથા નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે એક્ટરના મેનેજર સાથે વાત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો