તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાહકોથી દૂર:આમિર ખાને સો.મીડિયા છોડ્યું, બોલિવૂડના આ જાણીતા સેલેબ્સ પણ હંમેશાંથી સો.મીડિયાથી દૂર રહ્યાં છે

મુંબઈ3 મહિનો પહેલા
  • જયા બચ્ચનથી લઈ રેખા સહિતના સેલેબ્સ સો.મીડિયાથી દૂર છે

આમિર ખાને પોતાના જન્મદિવસની બીજા દિવસે એટલે કે 15 માર્ચના રોજ સો.મીડિયા છોડવાની જાહેરાત કરી હતી. તે માને છે કે સો.મીડિયાથી દૂર થયા બાદ તે પોતાના કામ પર સારી રીતે ફોકસ કરી શકશે. એક્ટરે 2018માં જ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું. આમિર પહેલાં એવા ઘણાં સેલેબ્સ છે, જેમના ચાહકો તો વધારે છે, પરંતુ તેઓ સો.મીડિયાથી દૂર છે.

સૈફ અલી ખાન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હંમેશાંથી સો.મીડિયાથી દૂર રહ્યો છે. એક્ટરના સો.મીડિયામાં ઘણાં ફૅન પેજ છે. જોકે, સૈફે પોતાનું અંગત અકાઉન્ટ ક્યારેય બનાવ્યું નથી. સૈફની પત્ની તથા એક્ટ્રેસ કરીનાએ પણ 2019માં જ પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું. સૈફની દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ, બંને બહેનો સોહા તથા શબા સો.મીડિયામાં છે. ચાહકો સૈફ ક્યારે સો.મીડિયામાં આવે તેની રાહ જોઈ રહ્યાં છે.

રાની મુખર્જી

રાની મુખર્જી છેલ્લાં ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે. રાનીના ચાહકો કરોડો છે, પરંતુ તે સો.મીડિયામાં આવવા માગતી નથી. તેના અનેક ફૅન પેજ છે. આ ફૅન પેજમાં રાની સાથે જોડાયેલા સમાચાર મળતા રહે છે.

રણબીર કપૂર

નવી જનરેશનનામાં સૌથી લોકપ્રિય એક્ટરમાંથી એક રણબીર કપૂર સો.મીડિયાથી દૂર છે. રણબીરના પિતા રિશી કપૂર સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ હતા. આટલુંજ નહીં રણબીરની માતા નીતુ સિંહ પણ એક્ટિવ છે. જોકે, રણબીર આ બધાથી દૂર છે.

જયા બચ્ચન

એક્ટિંગની સાથે સાથે પોતાના ગુસ્સાને કારણે જાણીતા જયા બચ્ચન સો.મીડિયામાં નથી. બચ્ચન પરિવારના દરેક મેમ્બર સો.મીડિયા સાથે જોડાયેલા છે. જોકે, જયા બચ્ચને કોઈ અકાઉન્ટ બનાવ્યું નથી.

રેખા

દિગ્ગજ એક્ટ્રેસ રેખાએ ક્યારેય સો.મીડિયામાં રસ બતાવ્યો નહીં. તે હંમેશાં સો.મીડિયાથી દૂર રહી છે. ચાહકો રેખાના જીવનની ઘણી વાતો જાણવા માગતા હોય છે, જોકે, રેખાએ હંમેશાં પોતાના જીવનને રહસ્ય બનાવીને રાખ્યું છે.

ઈમરાન ખાન

'જાને તુ યા જાને ના' તથા 'મટરુ કી બિજલી કા મંડોલા' જેવી ફિલ્મમાં જોવા મળેલ ઈમરાન ખાન સો.મીડિયાથી દૂર છે. ઈમરાન ખાનનું સો.મીડિયા પ્લેટફોર્મમાં એક અકાઉન્ટ છે, પરંતુ વર્ષોથી તેણે તેમાં કોઈ અપડેટ્સ આપી નથી. ઈમરાને છેલ્લે 2018માં પોસ્ટ શૅર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...