તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘વિક્રમ વેધા’ છોડવાનું સાચું કારણ:ભારત-ચીન વચ્ચેનાં તણાવ જોઇને આમિર ખાને ફિલ્મ કરવાની ના પાડી હતી, તેને ફિલ્મમાં ચીન બેઝ્ડ સ્ટોરી જોઈતી હતી

2 મહિનો પહેલા
હ્રિતિક રોશન આવતા મહિનાથી વિક્રમ વેધાની હિન્દી રીમેકનું શૂટિંગ શરુ કરશે
  • આમિર ઈચ્છતો હતો કે, આ ફિલ્મ હોંગકોંગ બેઝ્ડ ગેંગસ્ટરની સ્ટોરી હોય
  • ચીન બોલિવૂડ માટે એક સોનાની ખાણ સમાન છે

‘વિક્રમ વેધા’ બોલિવૂડના મોસ્ટ અવેઈટેડ પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ જ નામથી તમિળમાં બનેલી વિજય સેતુપતિ અને આર. માધવન સ્ટારર ફિલ્મની હિન્દી રીમેક છે. થોડા મહિના પહેલાં ચર્ચાઓ થતી હતી કે આમિર ખાન આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ પ્લે કરી શકે છે, પરંતુ પછી તે બહાર નીકળી ગયો. આમિરે સ્ક્રિપ્ટમાં ફેરફાર હોવાને લીધે ફિલ્મ ના કરવાનો નિર્ણય કર્યો હતો. પણ આની પાછળનું કારણ કંઇક અલગ જ છે.

આમિરની આવી ઈચ્છા હતી
બોલિવૂડ હંગામાનાં રિપોર્ટ પ્રમાણે, આમિર ખાન ઈચ્છતો હતો કે વિક્રમ વેધા ફિલ્મ મોટા સ્કેલ પર એશિયન ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. કારણકે ચીન બોલિવૂડ માટે એક સોનાની ખાણની જેમ છે. આથી આમિરની ઈચ્છા હતી કે સ્ટોરી ચીન બેઝ્ડ હોય. નસીબજોગે કોવિડ-19 અને ભારત-ચીનની સીમા પરનાં તણાવને લીધે ફિલ્મનો કોન્સેપ્ટ બદલવો પડ્યો. આથી આમિરે ફિલ્મ ના કરવાનું નક્કી કર્યું.

તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા
તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા

ચીનથી થતી કમાણી આમિરના ધ્યાનમાં હતી
રિપોર્ટમાં આમિરના નજીકના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે, આમિર ઈચ્છતો હતો કે આ ફિલ્મ હોંગકોંગ બેઝ્ડ ગેંગસ્ટરની સ્ટોરી હોય. આથી સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર કરવાની સલાહ આપી હતી. જેથી ફિલ્મ ચીનમાં જબરદસ્ત કમાણી કરી શકે. જો કે, આ દરમિયાન ભારત-ચીનની ટક્કર જોઈને તે આ પ્રોજેક્ટમાંથી નીકળી ગયો.

હવે ફિલ્મમાં હ્રિતિક રોશન અને સૈફ અલી ખાન
હ્રિતિક રોશન આવતા મહિનાથી વિક્રમ વેધાની હિન્દી રીમેકનું શૂટિંગ શરુ કરશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, મૂળ ફિલ્મના ડિરેક્ટરનો જોડી પુષ્કર-ગાયત્રીએ મુંબઈમાં લોકેશન શોધી લીધું છે. ફિલ્મનાં પ્રથમ શેડ્યુલનું શૂટિંગ મુંબઈમાં જ થશે, આ માટે શહેરમાં અલગ-અલગ જગ્યાને રિક્રિએટ કરવામાં આવી રહી છે. સૈફ અલી ખાન ગેંગસ્ટરના રોલમાં દેખાશે. આ ફિલ્મમાં બે એક્ટ્રેસ હશે પણ હજુ કોઈના નામ જાહેર કર્યા નથી.

હ્રિતિક ગેંગસ્ટરના રોલમાં દેખાશે
વર્ષ 2007માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. ફિલ્મમાં માધવન એક પોલીસ ઓફિસર અને સેતુપતિએ ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો હતો. હિન્દી રીમેકમાં સૈફ પોલીસ ઓફિસર અને હ્રિતિક ગેંગસ્ટરના રોલમાં દેખાશે. ફિલ્મના ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રી જ રહેશે. તેમણે ઓરિજિનલ તમિળ ફિલ્મ બનાવી હતી.