'મિસ્ટર પર્ફેક્શનિસ્ટ'ની માફી:આમિર ખાને માફીનામું શૅર કર્યા બાદ વીડિયો ડિલિટ કર્યો, પછી બીજીવાર પાછો પોસ્ટ કર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ છે. હાલમાં જ આમિર ખાન પ્રોડક્શને સો.મીડિયામાં માફી માગતો વીડિયો શૅર કર્યો હતો. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ જેવા કલાકારો હતા. જોકે, થોડીક જ વારમાં આ વીડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યો હતો. જોકે, થોડીવાર પછી જ પાછો આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં શું હતું?
વીડિયોની શરૂઆત 'મિચ્છામી દુક્કડમ'થી થઈ હતી. ત્યારબાદ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું, 'હમ સબ ઈન્સાન હૈ ઔર ગલતિયાં હમસે હી હોતી હૈ..કભી બોલ સે..કભી હરકતો સે..કભી અનજાને મેં...કભી ગુસ્સે મેં..કભી મજાક મેં..કભી નહીં બાત કરને સે...અગર મૈંને કિસી ભી તરહ સે આપકા દિલ દુખાયા હો...તો મન, વચન, કાયા સે ક્ષમા માગતા હૂં...' વીડિયાના બેકગ્રાઉન્ડમાં શાહરુખ ખાનની ફિલ્મ 'કલ હો ના હો'નું ટાઇટલ ટ્રેક વાગે છે. ખરી રીતે આમિર ખાન પ્રોડક્શન હાઉસે સંવત્સરીને ધ્યાનમાં રાખીને આ વીડિયો શૅર કર્યો હોવાનું લાગે છે.

વીડિયો કેમ ડિલિટ કર્યો?
વીડિયોમાં 'હમ સબ ઈન્સાન હૈ' એવું લખાઈને આવે છે. જોકે, વીડિયોમાં '​​​​​​​ઈન્સાન' શબ્દ ખોટી રીતે લખવામાં આવ્યો હતો અને આ જ કારણે પહેલાં વીડિયો ડિલિટ કરવામાં આવ્યો હતો. પછી 'ઈન્સાન' સાચી રીતે લખીને બીજીવાર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

સો.મીડિયામાં શું રિએક્શન આવ્યા?
આમિર ખાનનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો હતો. અનેક યુઝર્સે કહ્યું હતું કે આ અકાઉન્ટ હેક તો નથી થઈ ગયું ને? ઘણાં યુઝર્સે કહ્યું હતું કે આમિરને પોતાની ભૂલ સમજાઈ ગઈ લાગે છે. કેટલાંકે આમિરને સલાહ આપી હતી કે જો માફીનામું પહેલાં જ લખ્યું હોત તો કદાચ 'લાલ સિંહ ચઢ્ઢા' બચી જાત. ઘણાં યુઝર્સે આમિરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આમિર ઘણો જ ગ્રેટ છે.

આમિરના વિવાદિત નિવેદનો
સો.મીડિયાના ઘણાં યુઝર્સ માની રહ્યા છે કે આમિરે જૂના નિવેદનોને કારણે માફી માગી છે. આમિર ખાને 2015માં નિવેદન આપ્યું હતું કે તેની પત્ની કિરણને ભારતમાં રહેવામાં ડર લાગે છે અને તે દેશ છોડવા માગે છે. આ ઉપરાંત આમિર ખાનની ફિલ્મ 'પીકે'માં ભગવાન શિવના સીનને કારણે વિવાદ થયો હતો. આમિર ખાન તુર્કીની ફર્સ્ટ લેડીને મળવા ગયો હતો ત્યારે પણ વિવાદ થયો હતો. આ આક્રોશને કારણે જ 'લાલ સિંહ ચઢ્ઢા'નો બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 65-67 કરોડની આસપાસ કમાણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...