તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્ટાર કિડનો ગુસ્સો:આમિર ખાનની દીકરીના વીડિયો પર ટ્રોલર્સ નેગેટિવ કમેન્ટ્સ કરતા હતા, ઈરાએ કહ્યું, ‘જો નહિ માનો તો ફરીથી મારી પોસ્ટ સુધી પહોંચી નહિ શકો’

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશનથી પીડિત આમિર ખાનની દીકરી ઈરા ખાને ઇન્સ્ટાગ્રામ પર મેન્ટલ હેલ્થ પર પોસ્ટ શેર કરી હતી. ઈરાના આ વીડિયો પર ઘણા યુઝર નેગેટિવ કમેન્ટ કરી રહ્યા હતા. આ દરેકને ઈરાએ એક પોલથી ચેતવણી આપી છે કે કે જો તેઓ નહિ માને તો તે લોકોને પોતાની પોસ્ટ સુધી પહોંચવા નહિ દે. 23 વર્ષની ઈરાએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર ડિપ્રેશનથી પીડિત હોવાની કહી હતી.

વધુ એક વીડિયોમાં ઈરાએ સલાહ આપતા લોકોને કહ્યું કે, મારી સ્ટ્રગલ વિશે વાત કરવી અને લોકોની કમેન્ટ્સ વાંચવી એ મારો પર્સપેક્ટિવ છે. હું જાણું છું કે હું શું કરવાની છું. હું તેની પર કામ પણ કરી રહી છું. ઈરાએ ઇન્સ્ટાગ્રામ પર પોલની મદદથી લોકોની સલાહ માગી અને એ પછી પરિણામે પહોંચી.

ઈરાએ પોલમાં પૂછ્યું કે, શું મારે નફરતવાળી કમેન્ટ ડિલીટ કરવી જોઈએ. એ પછી ઈરાએ લખ્યું, જો તમે એકવાર મારી પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ કરશો તો હું ડિલીટ કરી દઈશ પરંતુ જો આવું ફરીથી થશે તો તમે મારી પોસ્ટ સુધી જ પહોંચી નહિ શકો.

અન્ય પોસ્ટમાં ઈરાએ લખ્યું હતું કે, મારી પોસ્ટમાં હિન્દી સબટાઈટલ હોવા જોઈએ કે નહિ તો 53 ટકા લોકોએ કહ્યું કે પોસ્ટમાં હિન્દી સબટાઈટલ રાખવા જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો