તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમિરની દીકરી ડિપ્રેશનમાં:ઈરા ખાને કહ્યું, ડિપ્રેશન અંગેની વાત કહી તો લોકો અલગ-અલગ સલાહ આપતા હતા

મુંબઈ5 મહિનો પહેલા
  • ઈરા ખાન છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયામાં ડિપ્રેશન અંગે વાત કરે છે

આમિર ખાનની દીકરી ઈરા ખાને ફરી વાર ડિપ્રેશન અંગેની વાત કહી હતી. થોડાં સમય પહેલાં જ ઈરાએ પોતે ડિપ્રેશનમાં હોવાની વાત કરી હતી. હવે ઈરાએ ડિપ્રેશન અંગેનો એક નવો વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેણે પેરેન્ટ્સ તથા કિરણ આંટી (આમિર ખાનની બીજી પત્ની)ને ડિપ્રેશન અંગેની વાત કરી તો તેમણે તેને શું સલાહ આપી હતી.

વીડિયો શૅર કર્યો
ઈરાએ ચાર મિનિટનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ઈરાએ કહ્યું હતું કે જ્યારે તેણે ડિપ્રેશનમાં હોવાની વાત કરી તો તમામે ડિપ્રેશન સામે અલગ-અલગ રીતે લડવાની રીત કહી હતી. આ જ કારણ એક સ્ટ્રેજી એક વ્યક્તિ પર કામ કરે છે, પરંતુ તે બીજા પર કામ કરતી નથી.

ઈરાએ કહ્યું હતું કે મોટાભાગના લોકોએ તેને પોઝિટિવ રહેવાની સલાહ આપી હતી. લોકોએ તેને સતત વ્યસ્ત રહેવાનું કહ્યું હતું, વર્કઆઉટ કરવાનું તથા નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું કહ્યું હતું. તેણે ચાર ડૉક્ટર્સ સાથે ડિપ્રેશન અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ તેને લાગ્યું કે પોતાની જાતને વ્યસ્ત રાખવી એ આ સમસ્યાનો ઉકેલ નથી.

માતા-પિતાએ આ સલાહ આપી
ઈરાએ કહ્યું હતું કે તેના પેરેન્ટ્સે તેને બિઝી ના રહેવાની સલાહ આપી હતી. તેમણે તેને માત્ર એક જ વસ્તુ પર ફોકસ રાખવાનું કહ્યું હતું. આ સાથે તેને સ્થિર રહેવાની સલાહ આપી હતી. તેઓ હમેશાં ઈચ્છે છે કે તે પોઝિટિવ રહે પરંતુ તેના માટે આમ કરવું ઘણું જ મુશ્કેલભર્યું છે. તે દરેક સમયે પોઝિટિવ રહી શકતી નથી.

વીડિયો શૅર કરીને સવાલ પૂછ્યો
ઈરાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'તમે તે વ્યક્તિને શું કહેશો જે ડિપ્રેસ્ડ છે અને તમને જો તેના ડિપ્રેશન અંગેનું કારણ ખબર નથી તો તમે શું કહેશો? કે પછી શું નહીં કહો?'

14 વર્ષની ઉંમરમાં યૌન શોષણ હોવાની વાત સ્વીકારી હતી
આ પહેલાં ઈરાએ સોશિયલ મીડિયામાં 10 મિનિટનો વીડિયો શૅર કર્યો હતો. ઈરાએ કહ્યું હતું, 'મેં ક્યારેય કોઈને કંઈ જ કહ્યું નહોતું, કારણ કે હું માનું છું કે મારા જે વિશેષાધિકારો છે તેનો અર્થ એ થયો કે હું મારી દરેક બાબત મારી રીતે હેન્ડલ કરીશ. હું ડિપ્રેશનમાં કેમ છું, તેનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી, કારણ કે મને પણ ખબર નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી હું આ વાતને સમજવાનો પ્રયાસ કરું છું કે પરંતુ મને જવાબ મળ્યો નથી. આજે હું મારી એકદમ સહજતા ભર્યા જીવન અંગે જણાવવા માગું છું. પૈસા માટે મને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી. મારા માતા-પિતા, મારા મિત્રોએ મને ક્યારેય કોઈ બાબતનું મારા પર દબાણ કર્યું નથી. જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. મને ખ્યાલ નહોતો કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દૂર જતી રહી હતી. હા મને ખરાબ લાગ્યું હતું કે મેં મારી સાથે આ બધું કેમ થવા દીધું, પરંતુ આ કંઈ જીવનનો એટલો મોટો આઘાત નહોતે કે હું ડિપ્રેશનમાં સરી પડું. હું મારા મિત્રો તથા પેરેન્ટ્સને મારા જીવનની દરેક વાતો કહી શકું છું, પરંતુ હું શું કહું? મારી સાથે એવું કંઈ ખરાબ થયું જ નથી, જેવું હું ફીલ કરી રહી છું. બસ આ એક વિચારે મને વાત કરતાં અટકાવી અને તેમનાથી દૂર કરી.'

ક્લિનિકલી ડિપ્રેશનમાં હોવાની વાત સ્વીકારી હતી
ઈરાએ કહ્યું હતું, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડૉક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. જોકે, હવે મને સારું છે. છેલ્લાં એક વર્ષથી હું મેન્ટલ હેલ્થ અંગે કંઈ કરવા માગતી હતી પરંતુ મને ખ્યાલ નહોતો આવતો કે હું શું કરું? તો મેં વિચાર્યું કે હું તમને મારી સફર પર લઈ જાઉં. જોઈએ કે આગળ શું થાય છે? આથી મેં નક્કી કર્યું કે, તમને મારા સફર પર લઇ જઉં છું અને જોવું કે શું થાય છે. આશા છે કે આપણે બધા પોતાને સારી રીતે જાણી શકીશું. મેન્ટલ હેલ્થને સરે રીતે સમજી શકીશું. ચાલો, ત્યાંથી શરુ કરીએ, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું કઈ વાતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે ને?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો