આમિરે રાજસ્થાનમાં ઈદ મનાવી:એક્ટરની એક ઝલક માટે હજારો ચાહકો ઉમટ્યા, દીકરાની ફિલ્મમાં જોવા મળશે

જયપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાને ચાહકોનું અભિવાદન કર્યું

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ વખતે રાજસ્થાનના નવલગઢમાં ઈદ મનાવી હતી. આમિર ખાનને મળવા માટે હજારો ચાહકો હોટલની બહાર આવ્યા હતા. આમિર ખાને રૂમમાંથી બહાર આવીને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. આમિરે અનેક ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા.

આમિર ખાન ચાહકોને મળ્યા બાદ શૂટિંગ માટે ગયો હતો. આમિર ખાનને મળ્યા બાદ ચાહકો ઘણાં જ ખુશ જોવા મળ્યા હતા.

દીકરાની ફિલ્મમાં ગેસ્ટ રોલ
આમિર ખાનનો દીકરો જુનૈદ વેબ સિરીઝ 'પ્રીતમ પ્યારે' કરી રહ્યો છે. આ સિરીઝમાં આમિર ખાન ગેસ્ટ રોલમાં જોવા મળશે. આ વેબ સિરીઝ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી રહી છે.

આમિર 10 વર્ષ બાદ આવ્યો
આમિર ખાન ફિલ્મ 'PK'ના શૂટિંગ અર્થે રાજસ્થાનના નવલગઢમાં આવ્યો હતો. હવે 10 વર્ષ બાદ આમિર ફરીવાર અહીંયા આવ્યો હતો.

'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે
આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આમિર ખાને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર છે.