તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક રિમેક:સ્પેનિશ ફિલ્મની રિમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે આમિર ખાન, બાસ્કેટબોલ શીખવતો દેખાશે

23 દિવસ પહેલા

થોડા દિવસ પહેલાં બી- ટાઉનમાં ચર્ચા રહી કે આમિર ખાન અને આરએસ પ્રસન્ના સ્પોર્ટ્સ ડ્રામા બનાવશે, જેનું પ્રોડક્શન સોની પિક્ચર્સ કરશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી જાણકારી સામે આવી છે કે આ 2018માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ (Campeones)ની રિમેક હશે. આ ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓના કોચનો રોલ નિભાવી શકે છે.

બાસ્કેટબોલ કોચ બનશે આમિર
ચેમ્પિયન્સની સ્પેનિશ સ્ટોરીને હિન્દી ભાષી દર્શકો અનુસાર તૈયાર કરવા માટે આમિર અને પ્રસન્નાએ અંદાજે 4 વખત મીટિંગ કરી લીધી છે. આ એક ઘમંડી અને શરાબી કોચની જર્ની છે, જે દિવ્યાંગ લોકોની એક ટીમને ટ્રેન્ડ કરે છે. તે ટીમ દુનિયાભરમાં ઘણી ચેમ્પિયનશિપ જીતી જાય છે. ફિલ્મમાં આમિરનો રોલ તેની બદલવાની સ્ટોરી પણ દેખાડશે. ચેમ્પિયન્સ કોમેડી ફિલ્મ હતી જેમાં એક બાસ્કેટબોલ કોચને જબરદસ્તી કમ્યુનિટી સર્વિસનું કામ આપવામાં આવે છે.

બોક્સઓફિસ બોલિવૂડની ખબર મુજબ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી રહી છે અને મે- જૂન સુધી આને આમિર ખાન તરફથી ફાઇનલ કરી દેવામાં આવશે. ત્યાં સુધી તે 'લાલ સિંહ ચઢ્ઢા'નું પોસ્ટ પ્રોડક્શન પણ પૂરું કરી લેશે.

ક્રિસમસ પર રિલીઝ થશે લાલ સિંહ ચઢ્ઢા
આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ થવાનું છે જેથી 2021માં ક્રિસમસ પર રિલીઝ થઇ શકે. ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર અને મોના સિંહ પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો