તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમે હજુ પણ સાથે છીએ:છૂટાછેડાની જાહેરાત પછી આમિર ખાન અને કિરણ રાવ સાથે દેખાયાં, ચૈતન્ય અક્કિનેની સાથે લદાખમાં શૂટિંગ કરી રહ્યાં છે

21 દિવસ પહેલા
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મના સેટ પરથી તેમનો ફોટો શેર કર્યો.
  • અઠવાડિયાં પહેલાં આ પાવર કપલે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો
  • બંનેના ડિવોર્સનું કારણ ખબર પડી નથી

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવ છૂટાછેડા પછી પણ એકબીજાની સાથે કામ કરી રહ્યાં છે. આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી ડેબ્યુ કરી રહેલો એક્ટર નાગાર્જુન અક્કિનેનીના દીકરા ચૈતન્ય અક્કિનેનીએ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. છૂટાછેડાની જાહેરાત પછી બંનેની આ પ્રથમ તસવીર છે, ફોટોમાં બંને ખુશખુશાલ દેખાઈ રહ્યાં છે. ચૈતન્ય અક્કિનેનીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, ગ્રેટફુલ.

સો. મીડિયા પોસ્ટ
સો. મીડિયા પોસ્ટ

આમિર-કિરણે પાની ફાઉન્ડેશનની સરખામણી તેમના દીકરા આઝાદ સાથે કરી
આમિર અને કિરણે આની પહેલાં તેમના ચાહકો માટે વીડિયો મેસેજ શેર કર્યો હતો. વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડીને બેઠાં હતાં, આમિરે કહ્યું, તમને લોકોને દુઃખ થયું હશે, ગમ્યું નહીં હોય, નવાઈ લાગી હશે. અમે તમને એટલું જ કહેવા માગીએ છીએ કે અમે બંને ઘણાં ખુશ છીએ અને અમે એક જ પરિવાર છીએ. અમારા રિલેશનમાં ચેન્જ આવ્યા છે, પરંતુ અમે એકબીજાની સાથે જ છીએ. પાની ફાઉન્ડેશન અમારા દીકરા આઝાદની જેમ જ છે.

2002માં તૂટ્યા હતા પહેલા લગ્ન
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યાં. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

આમિર-કિરણ તેમના દીકરા આઝાદ સાથે.
આમિર-કિરણ તેમના દીકરા આઝાદ સાથે.

બોલિવૂડના પાવર કપલમાં ગણતરી થતી હતી
રીના સાથે છૂટાછેડા પછી વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આઝાદનો જન્મ સરોગસીથી થયો છે. કિરણને કન્સિવ કરવામાં તકલીફ થતી હોવાથી તેમણે સરોગસીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી આઝાદનો જન્મ 2011માં થયો હતો. આમિર અને કિરણની ગણતરી બોલિવૂડના પાવર કપલમાં થતી હતી. ફિલ્મ મેકિંગથી લઈને પાની ફાઉન્ડેશનમાં તેઓ જોડે રહ્યાં. આદર્શ જોડી હવે તૂટી ગઈ છે. જોકે છૂટા પડવાનું કારણ હજુ ખબર પડી નથી.