તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Aamir Khan And Kiran Rao Take A Complete Break From Their 15 year Marriage And Will Work Together For Social Work Including 'Pani Foundation'

ડિવોર્સ થયા પછી પણ પાર્ટનરશિપ:આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષનાં લગ્ન જીવન પર પૂર્ણ વિરામ લગાવ્યું, 'પાની ફાઉન્ડેશન' સહિતના સામાજિક કાર્યો માટે જોડે જ કામ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે મહારાષ્ટ્રના ગામડામાં પાણીની સમસ્યાનાં નિરાકરણ માટે 'Paani Faoundation'ની શરૂઆત કરી હતી
  • આ ફાઉન્ડેશનનો હેતુ પાણી સંરક્ષણ માટે લોકોમાં જાગૃતતા ફેલાવાનો છે

એક્ટર આમિર ખાન અને કિરણ રાવના 15 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતથી તેમના ફેન્સને ઠેસ પહોંચી છે. બોલિવુડમાં આ જોડી માત્ર એક્ટર અને ડાયરેક્ટર તરીકે જ ફેમસ નહોતી પરંતુ તેમના સમાજસેવાના કાર્યો માટે પણ બંનેએ પોતાની અલગ ઓળખ બનાવી હતી.

'સત્યમેવ જયતે' શૉની ટીમ સાથે મળી 'Paani Faoundation'ની શરૂઆત કરી

છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દુકાળનો સંકટ છે. મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભના ઘણા વિસ્તારોના ખેતરો સુખા પડી ગયા છે. સિંચાઈ માટે આ વિસ્તારોમાં પાણી પણ ઉપલબ્ધ નથી. અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે આ સમસ્યાનાં નિરાકરણ માટે 'સત્યમેવ જયતે' શૉની ટીમ સાથે મળી 'Paani Faoundation'ની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશનનો હેતુ પાણી સંરક્ષણ માટે લોકોમાં જાગૃતતા ફેલાવાનો છે. આમિર અને કિરણની ટીમે મહારાષ્ટ્રને દુકાળ મુક્ત બનાવવા માટે આ ફાઉન્ડેશનના માધ્યમથી પ્રયાસો કર્યા. આ ફાઉન્ડેશને પાણી સંરક્ષણ અને વૉટરશેડ પ્રબંધનની દિશામાં પ્રશંસનીય કામ કર્યું છે.

Paani Faoundationનો હેતુ રાજ્યભરના ગામમાં પાણીની અછત દૂર કરવાનો છે. તેના માટે ગામડાના લોકો સાથે મળી જળાશયોમાં વોટર લેવલ વધારવા માટે એક સ્પિલવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ NGO મહારાષ્ટ્રના સૂકા પડેલા પ્રદેશોને સમૃદ્ધિ તરફ લઈ જઈ રહ્યું છે.

ગામડાના લોકોને આ આંદોલન સાથે જોડાવા માટે આમિર ખાન અને કિરણ રાવે મળીને સત્યમેવ જયતે વોટર કપ નામની પ્રતિયોગિતા આયોજીત કરી હતી. જે ગ્રુપ જળ સંશાધન ભેગા કરવા અને માટીના સ્તરને સુધારવા માટે કામ કરતું હતું તેને પુરસ્કાર આપવામાં આવતો હતો. તેનાથી ગામના લોકોને પાણી પ્રત્યે જાગૃતતા આવી. 2016માં આ પ્રયોગ શરૂ થયો હતો અને તેણે આંદોલનનું રૂપ લઈ લીધું. આ આંદોલનથી છેલ્લા 4 વર્ષમાં ગામના લોકોને રાજ્યમાં 550 અબજ પાણીનું સંરક્ષણ કરવામાં સફળતા મળી.

Paani Faoundationનું શું થશે?
આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષ બાદ છૂટા પડવાનો નિર્ણય લીધો છે. બંનેએ જોઈન્ટ સ્ટેટમેન્ટ આપી તેની જાહેરાત કરી છે. જોકે તેમના આ નિર્ણયની અસર તેમના સામાજીક કાર્યો પર નહિ થાય. કારણ કે બંનેએ તેમનાં સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, તેઓ પતિ-પત્ની તરીકે અલગ થયા છે પરંતુ બિઝનેસ પાર્ટનરશિપ કાયમ રહેશે. સાથે જ 'પાની ફાઉન્ડેશન' અને અન્ય પ્રોજેક્ટ્સ પર પણ તેઓ સાથે જ કામ કરશે.