તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિસ્ટર પર્ફેક્શનિસ્ટના ડિવોર્સ:છૂટાછેડાની જાહેરાત બાદ પહેલી જ વાર આમિર-કિરણ રાવ સાથે જોવા મળ્યા, કહ્યું- અમે એક જ પરિવાર જેવા

મુંબઈ2 મહિનો પહેલા
  • વીડિયોમાં આમિર-કિરણ એકબીજાનો હાથ પકડ્યો હતો
  • આમિર ખાને કહ્યું, તમે દુઆ કરો કે અમે ખુશ રહીએ

આમિર ખાન તથા કિરણ રાવે 3 જુલાઈના રોજ અલગ થવાની જાહેરાત કરીને નિવેદન રિલીઝ કર્યું હતું. આમિર તથા કિરણે કહ્યું હતું કે બંને 15 વર્ષના લગ્નજીવન બાદ પોત-પોતાનો રસ્તો અલગ કરવા જઈ રહ્યાં છે. હવે બંને પતિ-પત્ની નથી, પરંતુ દીકરા આઝાદનો ઉછેર સાથે કરશે. હવે આમિર તથા કિરણ રાવનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો સેપરેશનની જાહેરાત કર્યા પછીનો હોવાનું માનવામાં આવે છે.

ડિવોર્સ બાદ આમિરે આ વાત કહી
આ વીડિયો ક્લિપમાં આમિર તથા કિરણ સાથે બેઠેલા જોવા મળે છે. આમિરે કહ્યું હતું, 'તમને ઘણું જ દુઃખ થયું હશે, શૉક લાગ્યો હશે, પરંતુ અમે તમને કહેવા માગીએ છીએ કે અમે બંને એક જ પરિવાર છીએ. અમારા સંબંધોમાં ચેન્જ આવ્યો છે, પરંતુ અમે લોકો એકબીજાની સાથે જ છીએ. આથી જ તમે એવું ક્યારેય ના વિચારશો. પાની ફાઉન્ડેશન અમારા માટે આઝાદ (આમિર-કિરણનો દીકરો)ની જેમ છે. જે રીતે અમારું બાળક છે, તે જ રીતે પાની ફાઉન્ડેશન છે. અમે લોકો એક પરિવારની જેમ જ રહીશું. તમે લોકો અમારા માટે દુઆ કરો કે અમે ખુશ રહીએ. બસ આટલું જ કહેવું હતું.'

કિરણ-આમિરે મીડિયા સ્ટેટમેન્ટમાં શું કહ્યું હતું?
મીડિયા સ્ટેટમેન્ટમાં બંનેએ લખ્યું છે કે 'આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મ અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.'

અન્ય સમાચારો પણ છે...