તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • A Young Woman Named Sara Said That Mohit Raina's Condition Could Be Like That Of Sushant Singh, Close Friends Of The Actor Said There Is No Such Thing.

ટીવીના મહાદેવ પર સનસનીખેજ દાવો:સારા નામની યુવતીએ કહ્યું, મોહિત રૈનાની હાલત સુશાંત સિંહ જેવી થઈ શકે છે, એક્ટરના નિકટના મિત્રોએ કહ્યું- આવું કંઈ જ નથી

મુંબઈ4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • સારા શર્મા નામની યુવતીએ દાવો કર્યો છે કે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મોહિત રૈનાનું મોત થઈ શકે છે
  • મોહિત હાલમાં કોરોનામાંથી રિકવર થઈ રહ્યો છે

'દેવો કે દેવ મહાદેવ'થી જાણીતો બનેલા મોહિત રૈનાએ ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' તથા 'કાફિર' વેબસિરીઝમાં કામ કર્યું છે. હવે મોહિત રૈના અંગે સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. સારા શર્મા નામની યુવતીએ દાવો કર્યો છે કે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મોહિત રૈનાનું મોત થઈ શકે છે. જોકે આ દાવો સામે આવતાં જ મોહિતના નિકટના મિત્રોએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે આ દાવો ખોટો છે અને આવી કોઈ વાત નથી.

સો.મીડિયામાં અભિયાન ચલાવ્યું, મારા જીવને જોખમ
સારા શર્માએ સો.મીડિયામાં કહ્યું હતું, 'મારી માતાને એ લોકો ધમકી આપી રહ્યા છે, જે એક્ટર મોહિત રૈનાને મારવા માગે છે. મારો પરિવાર પોલીસ ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છે. તેઓ નથી ઈચ્છતા કે હું પોલીસ પાસે ફરિયાદ કરું અને મોહિત માટે લડું. મારા જીવનને પણ એ લોકોથી જોખમ છે.

મારું ઈન્સ્ટા આઈડી હેક કરી લેવામાં આવ્યું છે. જો હું મરી જાઉં છું તો તમે લોકો પ્લીઝ આ લડાઈ લડતા રહેજો. હું સરકારને વિનંતી કરું છું કે મોહિત રૈનાને બચાવી લો. તેના વિરુદ્ધ ફેક રેકોર્ડિંગ રજૂ કરવામાં આવે છે. મોહિતે મને આ તમામ વાતો શિવરાત્રિના દિવસે કહી હતી અને કહ્યું હતું કે જો હું કોન્ટેક્ટ ના કરી શકું તો આ તમામ માહિતી સાર્વજનિક કરજે.'

સારા શર્માએ સો.મીડિયામાં 'સેવ મોહિત રૈના' અભિયાન ચલાવ્યું છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોહિતે જ તેને કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. જ્યાં સુધી તે પરત નથી આવતો ત્યાં સુધી તે લડાઈ લડતો રહેશે. મોહિતે એમ પણ કહ્યું હતું કે તેના માટે લડવાનું બંધ ના કરે.

સારાએ એક અન્ય તસવીરમાં શ્રેયા ધન્વંતરિને ટૅગ કરીને મોહિતની કમેન્ટ તથા શ્રેયાને રિપ્લાઇને હાઈલાઈટ કર્યા છે. જોકે મોહિતે આ પોસ્ટ 1 માર્ચ, 2020માં કરી હતી.
સારાએ એક અન્ય તસવીરમાં શ્રેયા ધન્વંતરિને ટૅગ કરીને મોહિતની કમેન્ટ તથા શ્રેયાને રિપ્લાઇને હાઈલાઈટ કર્યા છે. જોકે મોહિતે આ પોસ્ટ 1 માર્ચ, 2020માં કરી હતી.

મોહિતના નિકટના સાથીઓએ કહ્યું, દાવાને વધુ ચગાવવો યોગ્ય નથી
દિવ્ય ભાસ્કરે જ્યારે આ દાવાની સચ્ચાઈ જાણવા માટે મોહિતના નિકટના સાથીઓનો સંપર્ક કર્યો તો તેમણે એમ કહ્યું હતું કે મોહિત હજી કોરોનામાંથી રિકવર કરી રહ્યો છે. આ દાવાને વધુ ચગાવવામાં આવે નહીં, કારણ કે હવે આ કેસ કાયદાના હાથમાં છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારના દાવાની ખોટી અસર પડી શકે છે.

મોહિતની આ લેટેસ્ટ સો.મીડિયા પોસ્ટ છે, જે તેણે 18 મેના રોજ કરી હતી. આ પોસ્ટમાં તે કોઈપણ રીતે મુશ્કેલીમાં હોય તેવો અંદાજ કરી શકાતો નથી.
મોહિતની આ લેટેસ્ટ સો.મીડિયા પોસ્ટ છે, જે તેણે 18 મેના રોજ કરી હતી. આ પોસ્ટમાં તે કોઈપણ રીતે મુશ્કેલીમાં હોય તેવો અંદાજ કરી શકાતો નથી.

વાંચો: મોહિત રૈનાએ આ અંગે શું ચોખવટ કરી છે?

અન્ય સમાચારો પણ છે...