આર્યન- અનન્યા બાદ હવે શનાયા ફસાશે?:સંજય કપૂરની દીકરી NCBના રડાર પર, ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવશે

મુંબઈએક મહિનો પહેલા
  • શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમે આર્યન ખાનની ચેટના આધારે તેના નિકટના મિત્રો પર પંજો કસી રહી છે. સૌ પહેલાં અનન્યા પાંડેનું નામ આવ્યું હતું અને 21 ઓક્ટોબરના રોજ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

આર્યન તથા અરબાઝ મર્ચન્ટ સાથે શનાયા
આર્યન તથા અરબાઝ મર્ચન્ટ સાથે શનાયા

અનન્યા પાંડેની બીજા દિવસે (22 ઓક્ટોબર) પણ NCBની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, આ કેસમાં હવે નવું નામ સામે આવ્યું છે અને તે છે સંજય કપૂરની દીકરી શનાયાનું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી જે એક્ટ્રેસનું નામ સામે આવ્યું હતું તે શનાયા જ છે.

અનન્યા પાંડે સાથે શનાયા
અનન્યા પાંડે સાથે શનાયા

NCBની નજર શનાયા પર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NCBની નજર હવે શનાયા કપૂર પર છે. ક્રૂઝ રેવ પાર્ટી કેસમાં NCB હવે જાન્હવી કપૂર- સોનમ કપૂરની કઝિન શનાયા કપૂરને પૂછપરછ માટે બોલાવી સકાય છે. NCB ટૂંક સમયમાં જ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. આર્યન, અનન્યા તથા શનાયા ખાસ મિત્રો છે.

શનાયાને પણ કરન જોહર લૉન્ચ કરશે
શનાયા કપૂર ફિલ્મમેકર કરન જોહરની આગામી ફિલ્મથી ડેબ્યૂ કરશે. જોકે, હજી સુધી આ ફિલ્મનું નામ નક્કી નથી. શનાયાએ કરન જોહરની ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મમાં જાન્હવી ગુંજનના રોલમાં હતી.

આર્યન સાથે શનાયા
આર્યન સાથે શનાયા

અનન્યાની 2 કલાક પૂછપરછ થઈ
NCBએ વ્હોટ્સએપ ચેટને આધારે અનન્યાના ઘરે દરોડા પાડ્યા હતા અને સમન્સ પાઠવ્યું હતું. ચાર વાગે અનન્યા NCBની ઓફિસ આવી હતી અને અહીંયા બે કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે સવા છએ ઓફિસની બહાર આવી હતી. અનન્યા પપ્પા ચંકી પાંડે સાથે આવી હતી.