જર્મનીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ:બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે, આલિયા ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં સામેલ થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રીમિયર માટે બર્લિન ગઈ છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રેસ્ટિજિયસ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આલિયા તેમાં સામેલ થવા માટે ગઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

ફિલ્મને UA સર્ટિફિકેટ મળ્યું છે
આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને યુએ(UA) સર્ટિફિકેટ આપ્યું છે. બોર્ડે ફિલ્મમાં 4 મોડિફિકેશન કર્યાં છે અને બે સીન ડિલીટ કરાવ્યા છે. ફિલ્મના બે ડાયલોગ્સના શબ્દો પણ રિપ્લેસ કર્યા છે.ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ લીડ રોલમાં છે.

ફિલ્મનું ટ્રેલર 4 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયું
સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે. આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે.

ટ્રેલરમાં ઝલકતા પાવરફુલ ડાયલોગ્સ:
‘આપસે જ્યાદા ઈજ્જત હૈ હમારે પાસ, પૂછો કૈસે? આપકી ઈજ્જત એક બાર ગઈ તો ગઈ, હમ તો રોજ રાત કો ઈજ્જત બેચતી હૈ, સાલી ખતમ હી નહીં હોતી!’
‘તુજે તો દિન મેં તારે દિખાઉંગી મૈં.’
‘અરે જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધિ, યે તીનો ઔરતે હૈ તો ઈન મર્દો કો કિસ વાત કા ગુરુર!’
‘કલ કે અખબાર મેં લીખ દેના, આઝાદ મૈદાન મેં ભાષણ દેતે વક્ત ગંગુબાઈને આંખે જુકાકર નહીં પર આંખે મિલાકર હક કી બાત કી હૈ.’

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મહિલા ડોનની ખાસ ભૂમિકા
લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.

ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત
લેખક એસ. હુસૈન ઝૈદીની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ'ના એક ચેપ્ટર પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધાં હતાં. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયાં હતાં. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.