ટ્રોલિંગ ભારે પડ્યું:સો.મીડિયા યુઝરે અભિષેક બચ્ચનને બેરોજગાર કહ્યો, એક્ટરે જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ રહે છે. અભિષેક બચ્ચન અવાર-નવાર સો.મીડિયામાં ટ્રોલ થતો હોય છે. અભિષેક સામે જવાબ પણ આપતો હોય છે. હાલમાં જ સો.મીડિયામાં એક યુઝરે અભિષેકને બેકાર કહ્યો હતો અને એક્ટરે જડબાતોડ જવાબ આપ્યો હતો.

પત્રકાર પાલકી શર્માએ ફેસ્ટિવ સિઝનમાં જાહેરાતોથી ભરેલું ન્યૂઝ પેપર શૅર કર્યું હતું. આ પોસ્ટના રિપ્લાયમાં અભિષેક બચ્ચને કહ્યું હતું, 'તમે હજી પણ ન્યૂઝ પેપર વાંચો છો? આના જવાબમાં એક યુઝરે કહ્યું હતું, 'બુદ્ધિમાન લોકો વાંચે છે. તમારા જેવા બેરોજગાર લોકો નહીં.'

અભિષેક બચ્ચને જડબાતોડ જવાબ આપ્યો
અભિષેક બચ્ચને સામે જવાબ આપ્યો હતો. અભિષેકે કહ્યું હતું, 'અરે હા. ઇનપુટ માટે થેંક્યૂ. આમ તો બુદ્ધિમાન તથા રોજગાર વચ્ચે કોઈ સંબંધ નથી. તારું જ ઉદાહરણ લઈએ. હું આ વાત પાક્કા પાયે કહી શકું છું કે તારી પાસે રોજગાર છે. આ વાત પણ હું પાક્કા પાયે કહી શકું છું કે તું બુદ્ધિમાન નથી. (તારી પોસ્ટ પરથી તને જજ કરું છું.)'

યુઝરે માફી માગી
અભિષેકના જવાબ બાદ યુઝરે ફરી પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'રિપ્લાય મેળવવા માટેની ટેકનિક. જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માગું છું.'

ભાઈનું ટ્રોલિંગ થતાં બહેન શ્વેતા ગુસ્સે ભરાય છે
દીકરી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટમાં શ્વેતા બચ્ચને ભાઈ અભિષેક અંગે વાત કરી હતી. શ્વેતાએ ગુસ્સા સાથે કહ્યું હતું કે તેના ભાઈની તુલના પિતા અમિતાભ સાથે થાય તે સરાસર ખોટું છે. જ્યારે પણ અભિષેકને ટ્રોલ કરવામાં આવે છે તો તેનું લોહી ઉકળી ઊઠે છે.

અન્ય સમાચારો પણ છે...