રહમાનની દીકરીની સગાઈ:ખતીજાએ જન્મદિવસ પર ઓડિયો એન્જિનિયર રિયાસદીન સાથે એન્ગેજમેન્ટ કર્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિજાબને કારણે વિવાદમાં આવી ચૂકેલી સંગીતકાર એ આર રહમાનની મોટી દીકરી ખતીજાએ હાલમાં જ સગાઈ કરી હતી. ખતીજાએ સોશિયલ મીડિયામાં સગાઈ અંગેની પોસ્ટ શૅર કરી હતી. ખતીજાએ ભાવિ પતિ રિયાસદીનની તસવીર પણ પોસ્ટ કરી હતી. ખતીજા તથા રિયાસદીને 29 ડિસેમ્બરે સગાઈ કરી હતી.

ખતીજાના બર્થડે પર સગાઈ
ખતીજાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'સર્વશક્તિમાનના આશીર્વાદથી મને મહત્ત્વકાંક્ષી ઉદ્યમી તથા વિઝિ્કડ ઓડિયો એન્જીનિયર રિયાસદીન શેખ મોહમ્મદ સાથે સગાઈની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે. મારી સગાઈ મારા જન્મદિવસ 29 ડિસેમ્બરે થઈ હતી. સગાઈમાં નિકટના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.'

એ આર રહમાન તથા સાયરા બાનોને ત્રણ બાળકો છે, ખતીજા, રહીમા તથા દીકરો એ આર અમીન. ખતીજાએ તમિળ ફિલ્મમાં ગીતો ગાયા છે. તેણે રજનીકાંતની 'એન્થીરન'ના ગીત 'પુડિયા મનિધા'થી સિગિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ખતીજાના બુરખા વિવાદ પર રહમાને વાત કરી હતી
બે વર્ષ પહેલાં એ આર રહમાને દીકરી ખતીજા બુરખો પહેરતી હોવાથી વિવાદ થયો હતો. આ વિવાદ પર રહમાને કહ્યું હતું કે તેની દીકરીએ ગીત ગાયું અને ચાહકોનો પ્રેમ મળ્યો. બાળકોનો ઉછેર એ રીતે થયો છે કે તેમને સારાનરસામાં ખબર પડે છે. તેઓ જે ઈચ્છે તે કરવા માટે સ્વતંત્ર છે. ખતીજાનો બુરખો પહેરવાનો નિર્ણય ધાર્મિક મહત્ત્વ સાથે જોડાયેલો છે અને તે પહેરવા માગે છે. તેણે શું પહેરવું અને શું નહીં તે તેનો નિર્ણય છે. તે ટીકાકારો પ્રત્યે કોઈ બદલાની ભાવના રાખતા નથી.