શાહરુખ-ગૌરીનો મોટો નિર્ણય:આર્યન માટે હવે પર્સનલ બૉડીગાર્ડ રાખવામાં આવશે, દીકરાને 'મન્નત'થી દૂર રાખશે, અલીબાગના ફાર્મ હાઉસમાં રહેશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્યન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન અંદરથી હચમચી ગયો

શાહરુખ ખાન તથા ગૌરી ખાન દીકરા આર્યનની તબિયત તથા પ્રોટેક્શન અંગે ઘણાં જ સ્ટ્રિક્ટ થઈ ગયાં છે. ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ અને 28 દિવસ જેલમાં રહ્યા પછી શાહરુખ તથા ગૌરી ટેન્શનમાં રહ્યાં હતાં. દીકરો ઘરે આવ્યા બાદ તેમણે મોટો નિર્ણય લીધો છે.

આર્યન માટે અલગ બૉડીગાર્ડ
ચર્ચા છે કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે.

બૉડીગાર્ડ રવિ સાથે શાહરુખ.
બૉડીગાર્ડ રવિ સાથે શાહરુખ.

સૂત્રોના મતે, શાહરુખ ખાન આ આખી ઘટનાથી ઘણો જ હચમચી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનનો પોતાનો બૉડીગાર્ડ હોત તો કદાચ વાત આટલી વણસી ના હોત. રવિ જે રીતે શાહરુખનું ધ્યાન રાખે છે એ જ રીતે આર્યનનું પણ તે ધ્યાન રાખત, આથી જ શાહરુખ હવે દીકરા માટે જેમ બને તેમ જલદી બૉડીગાર્ડ રાખશે.

આર્યન હવે મન્નતમાં નહીં રહે
આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે દિવાળી પછી આર્યન ખાનને મન્નતથી દૂર મોકલાશે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે. શરત પ્રમાણે, આર્યન મુંબઈ કે ભારત બહાર પરવાનગી વગર જઈ શકશે નહીં, આથી એમ માનવામાં આવે છે કે આર્યન અલીબાગ સ્થિત ફાર્મહાઉસમાં રહેશે.

શાહરુખનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ.
શાહરુખનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ.

આર્યન માટે ઓક્ટોબર મહિનો ઘણો જ મુશ્કેલીભર્યો રહ્યો છે. શાહરુખ-ગૌરી ઈચ્છે છે કે આર્યનને મીડિયાની નજરમાંથી બ્રેક મળે અને તે પોતાની પર ધ્યાન રાખે, આથી જ આર્યન ખાનને દિવાળી બાદ અલીબાગ મોકલવામાં આવશે. અહીં શાહરુખનું વિશાળ ફાર્મહાઉસ છે. શાહરુખ દીકરાને ટ્રોમમાંથી બહાર કાઢવા માગે છે.

નવેમ્બરમાં કામ શરૂ કરશે
શાહરુખ ખાન ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યાર બાદ તે 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જશે. શાહરુખ મન્નતમાં દિવાળી સેલિબ્રેટ કરીને પરિવાર સાથે અલીબાગ જશે. અહીં આર્યન સાથે સમય પસાર કરશે. ત્યાર બાદ તે વિદેશમાં શૂટિંગ માટે જશે. અલીબાગમાં આર્યનની સાથે ગૌરી તથા અબરામ રહેશે.