SRKના મન્નતનો નવો લુક:દરવાજામાં નવી ડાયમંડ નેમપ્લેટ લગાવવામાં આવી, મેન ગેટનો કલર પણ ચેન્જ થયો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનનો બંગલો મન્નત હાલમાં ટ્રેન્ડમાં છે. ફરી એકવાર મન્નતનો નવો લુક ચર્ચામાં આવ્યો છે. મન્નતની નવીનેમ પ્લેટ જોવા મળી હતી. સો.મીડિયામાં શાહરુખ ખાનની ફૅન ક્લબે મન્નતના મુખ્ય દરવાજાની તસવીરો શૅર કરી હતી. આ દરવાજા આગળ નવી જ નેમપ્લેટ જોવા મળી હતી. માત્ર નેમપ્લેટ જ નહીં, પરંતુ મન્નતના જૂના દરવાજાના સ્થાને હવે નવો દરવાજો જોવા મળે છે.

આલીશાન નેમપ્લેટ
સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં નેમપ્લેટ બદલાઈ ગઈ હોવાનું નજરે પડે છે. માત્ર નેમપ્લેટ જ નહીં, પરંતુ મન્નતનો મુખ્ય દરવાજાનો રંગ પણ બદલાઈ ગયો છે. હવે દરવાજો બ્લેક એન્ડ વ્હાઇટ રંગમાં જોવા મળે છે. દરવાજાની બંને સાઇડ નેમપ્લેટ છે, એક બાજુ મન્નત અને બીજી બાજુ લેન્ડ્સ એન્ડ લખવામાં આવ્યું છે. આ નેમપ્લેટ LED તથા ડાયમંડની હોવાથી તે ચમકે છે.

એપ્રિલમાં નેમપ્લેટ બદલાઈ હતી
આ વર્ષે એપ્રિલમાં મન્નતની ગેટ આગળ નવી નેમ પ્લેટ લગાવવામાં આવી હતી. જોકે, એક મહિના બાદ જ આ નેમ પ્લેટ હટાવી દેવામાં આવી હતી. કેટલાક ચાહકોએ આશંકા વ્યક્ત કરી હતી કે નેમપ્લેટની ચોરી થઈ ગઈ છે. જોકે, પછી એ વાત સામે આવી હતી કે નેમપ્લેટમાંથી એક ડાયમંડ નીકળી ગયો હતો અને તેને કારણે કાઢવામાં આવી હતી. તે નેમપ્લેટ તો પાછી ના આવી, પરંતુ છ મહિના પછી મન્નતની નવી જ નેમપ્લેટ જોવા મળી છે.

અત્યાર સુધીમાં અલગ અલગ નેમપ્લેટ રાખવામાં આવી હતી.
અત્યાર સુધીમાં અલગ અલગ નેમપ્લેટ રાખવામાં આવી હતી.

25 લાખ હોવાની ચર્ચા હતી
એપ્રિલ મહિનામાં આવેલી તે નેમપ્લેટ શાહરુખનની પત્ની ગૌરી ખાનના સુપરવિઝનમાં ડિઝાઇન કરી હોવાની ચર્ચા હતી. આ નેમપ્લેટની કિંમત અંદાજે 25 લાખ હોવાનું અનુમાન હતું.

એપ્રિલ મહિનામાં આ નેમપ્લેટ લગાવવામાં આવી હતી.
એપ્રિલ મહિનામાં આ નેમપ્લેટ લગાવવામાં આવી હતી.

મન્નત ચાહકો માટે સેલ્ફી પોઇન્ટ
મન્નત બંગલો શાહરુખ ખાનના ચાહકો માટે સેલ્ફી પોઇન્ટ છે. શાહરુખ ખાન ઈદ તથા પોતાના જન્મદિવસે મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોનું અભિવાદન કરતો હોય છે.

શાહરુખ માટે આ બંગલો ખાસ છે
શાહરુખ ખાને પારસી કિકુ ગાંધી પાસેથી આ બંગલો 2001માં 13.32 કરોડમાં લીધો હતો. આજે આ ઘરની કિંમત 350 કરોડ હોવાનું અનુમાન છે. શાહરુખ પોતાના આ ઘરને પહેલાં જન્નત નામ આપવા ઈચ્છતો હતો, પરંતુ પછી તેણે મન્નત નામ આપ્યું હતું.

2023નું વર્ષ શાહરુખ માટે ખાસ
શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે 2023માં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે. 25 જાન્યુઆરીએ 'પઠાન', જૂનમાં 'જવાન' તથા ડિસેમ્બરમાં 'ડંકી' રિલીઝ થશે. શાહરુખ ખાને 'બ્રહ્માસ્ત્ર' તથા 'રોકેટ્રી'માં કેમિયો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...