તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાતકી હત્યા:પાકિસ્તાનમાં 29 વર્ષીય મોડલની નિર્વસ્ત્ર લાશ મળી આવી, ગરદન પર ઈજાનાં નિશાન હતાં

લાહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ આ કેસની તપાસ કરી રહી છે
  • નાયાબના ઘરના બાથરૂમની જાળી તૂટેલી હતી

પાકિસ્તાનના લાહોરના પોશ વિસ્તારમાં આવેલા ઘરમાંથી મોડલની લાશ મળતા સનસનાટી મચી ગઈ છે. આ લાશ 29 વર્ષીય મોડલ નાયાબ નદીમની હોવાનું સામે આવ્યું છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે, નાયાબનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાની આશંકા છે.

પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ પ્રમાણે, નાયાબ લાહોરમાં ડિફેન્સ હાઉસિંગ અથોરિટી (DHA)ના ફેઝ 5 વિસ્તારમાં આવેલા એક ઘરમાં એકલી રહેતી હતી. શુક્રવાર, 9 જુલાઈના રોજ નાયાબનો સાવકો ભાઈ મોહમ્મદ અલી ઘરે આવ્યો હતો અને તેણે બહેનની લાશ જોઈ હતી. તે સમયે નાયાબના શરીર પણ એક પણ કપડાં નહોતા.

અલીની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. લાહોરના ડિફેન્સ બી પોલીસ સ્ટેશનના SHO નય્યાર નિસારના મતે, નાયાબના શરીર તથા ગરદન પર કેટલાંક નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખ્યાલ આવશે કે નાયાબની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી.

સાવકા ભાઈ અલીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે શુક્રવારે નાયાબના ઘર આગળથી પસાર થયો હતો અને તેણે વિચાર્યું કે તે બહેનને મળતો જાય. જ્યારે તે ઘરમાં ગયો ત્યારે નાયાબની લાશ ટીવી લાઉન્જમાં નિર્વસ્ત્ર હાલતમાં જમીન પર પડી હતી.

ફોન રિસીવ ના કર્યો
આ પહેલાં અલીએ બહેન નાયાબને ફોન પણ કર્યો હતો. જોકે, નાયાબે ફોન રિસીવ કર્યો નહોતો. અલીના મતે, નાયાબના ઘરના બાથરૂમની જાળી તૂટેલી હતી. તેણે શંકા વ્યક્ત કરી હતી કે હત્યારા બાથરૂમમાં થઈને જ ઘરે આવ્યા હશે અને તેની બહેનને મારી નાખી હશે. નાયાબના લગ્ન થયા નહોતા.

અલીએ એમ પણ કહ્યું હતું કે તે છેલ્લાં એક વર્ષથી નિયમિત રીતે નાયાબના સંપર્કમાં હતો. તે ઘરનો જરૂરી સામાન પણ મોકલતો હતો.

પોલીસે ફોન ડિટેલ્સ ચેક કરી
લાહોર પોલીસે નાયાબના ફોનની ડિટેલ્સ ચેક કરી હતી. પોલીસ નાયાબના ખાસ મિત્રોની પણ પૂછપરછ કરશે.

મે મહિનામાં આ જ વિસ્તારમાં હત્યા થઈ હતી
આ જ વર્ષે મે મહિનામાં લાહોરના DHA વિસ્તાર ચર્ચામાં રહ્યો હતો. ઇંગ્લેન્ડથી આવેલી 25 વર્ષીય યુવતીની લાશ મળી હતી. મૂળ પાકિસ્તાનની માયા બ્રિટિશ નાગરિક હતી. તે બે મહિના પહેલાં જ પાકિસ્તાન આવી હતી. માયાની હત્યા કરવા બદલ બે લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...