અનોખી શ્રદ્ધાંજલિ:મુંબઈના કલાકારે દિવંગત ગાયક સિદ્ધુ મૂસવાલાનું દિવાલ પર પોટ્રેટ બનાવ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવંગત પંજાબી ગાયક-રેપર સિદ્ધુ મૂસવાલાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપતાં મુંબઈના એક ગ્રેફિટી આર્ટિસ્ટે તેના પાડોશના મુલુંડની એક દિવાલ પર પંજાબી ગાયકનું પોટ્રેટ બનાવ્યું હતું. 28 વર્ષીય નીરજ સિંહ, મુંબઈ સ્થિત કલાકાર, વર્ષ 2018 માં 'સો હાઇ' ગીત સાંભળ્યા બાદ સિદ્ધુ મૂઝવાલાનો ચાહક બની ગયો. ગાયકના નિધન અંગે જાણ થતાં જ તે ચોંકી ગયો હતો અને તેને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માગતો હતો.

અહેવાલો પરથી મળતી માહિતી મુજબ મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, 'હું પંજાબી સમજી શકતો નથી, પરંતુ પંજાબી સંગીત અને ગીતો ખૂબ જ ગમે છે. હું સિદ્ધુ મૂસવાલાના ગીતનો પહેલાથી જ ચાહક છું અને તેના ગીતો દ્વારા પંજાબી શીખી રહ્યો છું. મને મારા પ્રિય રેપર ડિવાઈન સાથેના તેના સોંગ્સ પણ ખૂબ જ ગમ્યા. જ્યારે મેં તેમના મૃત્યુ વિશે સાંભળ્યું, ત્યારે હું ખરેખર ચોંકી ગયો અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માગતો હતો. મને મારી કોલોનીના યુવાનો દ્વારા પણ તેના પોટ્રેટને પેઈન્ટ કરવા વિનંતી કરવામાં આવી હતી, કારણકે અહીં પણ તેની મોટી ફેન ફોલોઇંગ હતી.'

નીરજ સિંહે સિદ્ધુ મૂસવાલાનું પોટ્રેટ દોરવા માટે મુંબઇના પોતાના પડોસના મુલુંડમાં 12 ફૂટની દિવાલ પસંદ કરી હતી. તેણે શેર કર્યું હતું કે, કેવી રીતે પોટ્રેટ પેઈન્ટિંગ કરતાં પહેલાં તેણે દિવાલ પર બેઝ કલર પેઈન્ટ કરવો પડ્યો હતો. આ પોટ્રેટ દોરવામાં તેને આઠથી નવ કલાકનો સમય લાગ્યો. જેવું મેં પોટ્રેટ પૂરું કર્યું કે, તરત જ 15-20 યુવાનો એવા હતા કે જે આ પોટ્રેટ સાથે ફોટાં પાડી રહ્યા હતા અને વીડિયો પણ બનાવી રહ્યા હતા. તેણે થોડાં સમય પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોટ્રેટ દોરતો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.16 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમણે વીડિયોને કેપ્શન તરીકે લખ્યું છે કે, ‘સિદ્ધુ મૂસવાલાને શ્રદ્ધાંજલિ.'

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘અદ્ભુત’. બીજાએ લખ્યું,‘લેજેન્ડ’. ત્રીજાએ લખ્યું,‘માઇન્ડ બ્લોઇંગ’. સિદ્ધુ મૂસવાલાને આપેલી આ કલાકારની હાર્દિક શ્રદ્ધાંજલિ વિશે તમે શું વિચારો છો?