તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થલાઇવાના ચાહકોની ક્રૂર હરકત:રજનીકાંતની નવી ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર પર બકરીની બલી ચઢાવી લોહી ચઢાવ્યું

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સો.મીડિયામાં રજનીકાંતના ચાહકોનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ બકરીની બલી ચઢાવતા જોવા મળે છે. પછી આ લોકોએ બકરીના લોહીથી રજનીકાંતની આગામી ફિલ્મ 'અન્નાથે'ના ફર્સ્ટ લુક પોસ્ટર પર અભિષેક કર્યો હતો. આ ઘટના બાદથી ચાહકો પર સો.મીડિયા યુઝર્સ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમના મતે, આ જાનવરો પ્રત્યેની ક્રૂરતા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલાં એટલે કે 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી પર રજનીકાંતની ફિલ્મનું પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પણ ત્યારે જ સામે આવ્યો હતો.

અત્યાર સુધી 'પલાભિષેકમ' થતું હતું
રજનીકાંત મૂળ મહારાષ્ટ્રિયન છે, પરંતુ તે તમિળનાડુમાં રહે છે. અહીંયા એક પરંપરા છે, જેને 'પલાભિષેકમ' કહેવામાં આવે છે. આ પરંપરા હેઠળ લોકો મંદિરમાં મૂર્તિઓ પર દૂધ ચઢાવે છે. આ જ રીતે ટોપ સ્ટાર્સના ચાહકો પણ ફિલ્મના પોસ્ટર પર દૂધનો અભિષેક કરીને એક્ટરની ભગવાનની જેમ પૂજા કરે છે. જોકે, રજનીકાંતના ફૅન ક્લબે આ ઘટનાનો વિરોધ કર્યો છે.

ફૅન ક્લબના પ્રવક્તાએ કહ્યું- આ ખેદજનક કૃત્ય છે
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અંગે વાત કરતાં અખિલ ભારતીય રજનીકાંત રસિકર મંદરમ (ફૅન ક્લબ)ના વી એમ સુધાકરે કહ્યું હતું, 'આ માત્ર ખેદજનક નથી, પરંતુ અમે તેની નિંદા કરીએ છીએ. અમે અપીલ કરીએ છીએ કે આ પ્રકારના ઘૃણિત કૃત્યોમાં કોઈએ પણ સામેલ થવું જોઈએ નહીં.'

કેટલાંક યુઝર્સે કહ્યું અડધી વાત કહી
સો.મીડિયામાં બકરીની બલી ચઢાવવાની વાત વાઇરલ થતાં કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે આ વાત પૂરી રીતે જણાવવામાં આવી નથી. બેંગલુરુમાં બકરીની બલી ચઢાવવામાં આવી નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકોને મટન બિરિયાની આપવામાં આવી હતી.

દિવાળી પર ફિલ્મ રિલીઝ થશે
રજનીકાંતની આ ફિલ્મ એક્શન ડ્રામા છે. ફિલ્મની વાર્તા શિવે લખી છે અને તેમણે જ ડિરેક્શન કર્યું છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત મીન, ખુશ્બૂ, નયનતારા તથા કીર્તિ સુરેશ, જેકી શ્રોફ, જગપતિ બાબુ, પ્રકાશ રાજ, વેલા રામમૂર્તિ તથા સૂરી છે. આ ફિલ્મ ચાર નવેમ્બરના રોજ રિલીઝ થશે.