વાઇરલ તસવીર:અમિતાભ બચ્ચન પર મહિલા ચાહક ફિદા થઈ, ચુંબનોથી નવડાવી દીધા; બિગ બી બોલ્યા- 'અરે દેવીજી....'

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના વાળ ભલે સફેદ થઈ ગયા, પરંતુ તે સો.મીડિયામાં આજે પણ એટલાં જ એક્ટિવ છે. આ વર્ષે અમિતાભને 79 વર્ષ પૂરા થઈને 80મુ બેસશે. બિગ બી પોતાની સેન્સ ઑફ હ્યુમરને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. હાલમાં જ અમિતાભ બચ્ચને સો.મીડિયામાં એક ફીમેલ ફેનની દીવાનગી શૅર કરી છે.

શું છે પોસ્ટમાં?
અમિતિાભ બચ્ચને પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી છે. આ તસવીર પર રેડ લિપસ્ટિકથી કિસ કરી છે. તસવીર પર ચાહકે લખ્યું છે, 'તેમનો અવાજ, તેમની આંખો અને હસવાની રીત....'

પોસ્ટ શૅર કરીને શું કહ્યું?
પોસ્ટ શૅર કરીને બિગ બીએ કહ્યું, 'અરે, દેવીજી...કોઈ જગ્યા તો રાખો હસવા માટે...' સો.મીડિયા યુઝર્સે આ તસવીર પર કમેન્ટ્સ કરી છે. એક યુઝરે કહ્યું હતું, 'એવું લાગે છે કે આ રેખાજીના ફોનની સ્ક્રીન છે.' અન્ય એકે કહ્યું હતું, 'આ પણ સારું છે, કિસ જ કિસ દેવીજી પાસેથી મળી છે.' અન્ય એકે એમ કહ્યું હતું, 'આ દેવીજી કોણ છે? કદાચ જયાજીને આ અંગે જાણ નથી લાગતી.'

બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'બ્રહ્માસ્ત્ર', 'તેરા યાર હૂ મેં', 'ગણપત', 'પ્રોજેક્ટ K', 'ધ ઇન્ટર્ન' જેવી ફિલ્મમાં જોવા મળશે. 'કૌન બનેગા કરોડપતિ' ગેમ શો ટૂંક સમયમાં શરૂ થશે.