બર્થડે સેલિબ્રેશન કે લગ્નની તૈયારી?:જન્મદિવસના એક દિવસ પહેલાં રણબીર કપૂર લેડી લવ આલિયા ભટ્ટ સાથે જોધપુર ગયો

મુંબઈએક મહિનો પહેલા
  • 28 સપ્ટેમ્બરે રણબીર કપૂરનો 39મો જન્મદિવસ
  • રણબીર-આલિયાના લગ્નની ચર્ચા થઈ રહી છે

રણબીર કપૂરનો 28 સપ્ટેમ્બરના રોજ 39મો જન્મદિવસ છે. જન્મદિવસના એક દિવસ પહેલાં રણબીર તથા આલિયા ભટ્ટે જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ચર્ચા છે કે રણબીર તથા આલિયા વેડિંગ વેન્યૂ શોધવા આવ્યા છે.

એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા
આલિયા ભટ્ટ ટાઇ ડાઇ ગ્રીન ડેનિમ જેકેટ તથા જીન્સમાં હતી તો રણબીરે બરગંડી રંગના કેઝ્યુઅલ આઉટફિટ પહેર્યાં હતાં. બંનેએ બ્લેક રંગના માસ્ક પહેર્યા હતા.

ગયા વર્ષે રણબીરે મુંબઈમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો
રણબીરે ગયા વર્ષે પોતાનો જન્મદિવસ મુંબઈમાં પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો, જેમાં મમ્મી નીતુ કપૂર, બહેન રિદ્ધિમા તથા આલિયા ભટ્ટ હતી. રણબીર પરિવાર સાથે હોટલમાં જમવા ગયો હતો.

જાન્યુઆરીમાં લગ્નની ચર્ચા થઈ હતી
આલિયા તથા રણબીર છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ડેટ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું હતું કે જો કોરોના ના હોત તો તેણે ક્યારના લગ્ન કરી નાખ્યા હતા. રણબીર તથા આલિયાએ 2018માં સોનમ કપૂરના લગ્નમાં પોતાના સંબંધો ઓફિશિયલની જાહેર કર્યા હતા. નવું વર્ષ (જાન્યુઆરી, 2021) આલિયા તથા રણબીર પરિવાર સાથે રણથંભોર ગયા હતા. આ સમયે પણ બંનેના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ હતી. જોકે, આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી.

રણબીર કપૂર પરિવાર સાથે રણથંભોર
રણબીર કપૂર પરિવાર સાથે રણથંભોર
આલિયાની બહેન તથા મમ્મી, આલિયા-રણબીર
આલિયાની બહેન તથા મમ્મી, આલિયા-રણબીર

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા તથા રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. રણબીર કપૂર આ ઉપરાંત 'એનિમલ', 'શમશેરા' તથા લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આલિયાની વાત કરીએ તો તે 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'RRR', કરન જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા ફરહાન અખ્તરની 'જી લે ઝરા'માં જોવા મળશે.