વાઇરલ વીડિયો:લાલબાગચા રાજાના પંડાલમાં ભીડે કાજોલને ઘેરી લીધી, એક્ટ્રેસે બૂમ પાડીને કહ્યું, 'ચાલો...ચાલો..'

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તથા રેવતી લાલબાગચા રાજાના દર્શને ગઈ હતી. કાજોલ તથા રેવતીને ચાહકોએ ઘેરી લીધા હતા. કાજોલ ચાહકો પર થોડી ગુસ્સે પણ થઈ ગઈ હતી.

કાજોલ તથા રેવતી બાપ્પાના દર્શન કરીને પરત ફરતા હતા, તે સમયે ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. બંને બૉડીગાર્ડ્સની મદદથી પોતાની કાર સુધી પહોંચી હતી. બૉડીગાર્ડ્સની સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ હતા. કાજોલ ભીડમાં પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરતી હતી. જોકે, એક સમયે કાજોલ જ ભીડને 'ચાલો, ચાલો' કહેવા લાગી હતી.

રેવતી-કાજોલ સાથે જોવા મળશે
રેવતી તથા કાજોલ ફિલ્મ 'ધ લાસ્ટ હુર્રાહ'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ રિયલ સ્ટોરી તથા રિયલ કેરેક્ટર પર આધારિત છે. આ ફિલ્મ અંગે રેવતીએ કહ્યું હતું કે આ ફિલ્મ તેનાં દિલની ઘણી જ નજીક છે. આ ફિલ્મ ઘણી જ પ્રેરણા આપે છે. તેઓ જ્યારે આ ફિલ્મ અંગે ચર્ચા કરતા હતા ત્યારે તેમના મનમાં સૌ પહેલાં કાજોલ જ આવી હતી. તે કાજોલ સાથે કામ કરવા ઉત્સુક છે.

કોણ કોણ લાલબાગચા રાજાના દર્શને આવ્યું?
કાર્તિક આર્યન, સાન્યા મલ્હોત્રા, રૂપાલી ગાંગુલી, તમન્ના ભાટિયા સહિતના સેલેબ્સે લાલબાગ ચા રાજાના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...