તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપ કુમારની અંતિમ ક્ષણો:નિકટના મિત્રે કહ્યું, 'નિધનની આગલી રાત્રે સાહેબની સ્થિતિ ગંભીર નહોતી, બ્લડપ્રેશર એકદમ ઘટી ગયું હતું'

મુંબઈ23 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ઉંમરના છેલ્લા પડાવમાં દિલીપ કુમારે ક્યારેય ટિપિકલ ઘરડા લોકો જેવું વર્તન કર્યું નહોતું
  • ડૉક્ટર્સે આશા વ્યક્ત કરી હતી કે દિલીપ કુમાર 100 વર્ષ પૂરા કરશે, પરંતુ ફેફસામાં ઇન્ફેક્શન વધુ હતું

98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું 7 જુલાઈના રોજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્ય ભાસ્કરે દિલીપ કુમારના ખાસ મિત્ર ફૈઝલ ફારુખી સાથે વાત કરી હતી. ફૈઝલે દિલીપ કુમારની અંતિમ ક્ષણોની વાત શૅર કરી હતી. ફૈઝલે કહ્યું હતું કે નિધન પહેલાં પાંચ-સાત દિવસથી તેમની તબિયત ખરાબ હતી. જોકે, ડૉક્ટર્સે કહ્યું હતું કે આ વખતે પણ તેઓ ડિસ્ચાર્જ લઈને ઘરે જશે. ડૉક્ટર્સને આશા હતી કે દિલીપ સાહેબ 100 વર્ષ પૂરા કરશે. જોકે, તેમને લંગ્સમાં કફ થઈ ગયો હતો અને તેમને ન્યુમોનિયા હતો. આને કારણે તેમના ફેફસાં ઘણાં જ નબળા થઈ ગયા હતા. આ વખતે પણ ન્યુમોનિયાને કારણે જ એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ તે ઠીક થઈ શક્યા નહીં. બ્લડ પ્રેશર ઘણું જ ઘટી ગયું હતું અને અંતે તેમનું નિધન થયું.

સો.મીડિયામાં જવાબ આપતા હતા
વધુમાં ફૈઝલે કહ્યું હતું, 'મને ઘણું જ દુઃખ થયું છે. દિલીપ સાહેબ માટે હું જ સો.મીડિયામાં પોસ્ટ કરતો હતો. શરૂ શરૂમાં સાહેબ તો જાતે જ બોલતા કે આ મેસેજ પોસ્ટ કરી દે. તેઓ તેને પ્રિન્ટ કરી દો એમ કહેતા હતા. સો.મીડિયા પોસ્ટ પર જે મેસેજ આવતા તે અંગે તેઓ ઘણાં જ ઇમોશનલ થઈ જતા. તેઓ કહેતા કે જ્યારે પણ જવાબ આપે તો મારી સાથે બેસીને આપજે. તે ઘણાં જ પર્ફેક્શનિસ્ટ વ્યક્ત હતા. ઘણીવાર અમે દિલીપ સાહેબ સાથે ધાબે બેસતા હતા. તેમને એ વાતનો આનંદ હતો કે લોકો તેમની સાથે વાત કરે છે. જ્યારે તેમની તબિયત બગડવા લાગી તો સાયરાજી મેસેજ પોસ્ટ કરતા હતા. જો સાયરાજી એમ કહે કે કેટલાંક ફોટોગ્રાફ લેવા છે તો તે એમ જ કહેતા કેમ ફોટોગ્રાફ્સ લેવા છે? તો તેમને સમજાવતા કે ચાહકો તેમને જોવા માગે છે.'

સાયરાબાનું ઘણું જ ધ્યાન રાખતા
ફૈઝલે આગળ કહ્યું હતું, 'ઉંમરની સાથે સાથે ફેરફાર પણ આવે છે, પરંતુ સાયરાજી દિલીપ સાહેબની અંતિમ ક્ષણો સુધી પ્રેમિકા હતાં, કેરટેકર હતાં, નર્સ તથા ડૉક્ટર પણ હતાં. પત્ની તો હતાં જ. સાયરાજી તેમની દેખરેખ ઘણી જ પર્ફેક્શન સાથે કરતાં હતાં. દિલીપ સાહેબના કપડાં પર એક ડાઘો પણ પડી જાય તો સાયરાજી તરત જ કપડાં ચેન્જ કરાવી દેતા. જો દિવસમાં 10 વાર પણ કપડાં બદલવા પડે તો સાયરાજી એમ કરતા હતા.

ટેમ્પ્રેચર કંટ્રોલ કરવા માટે ઘણી જ મહેનત કરતા
ફૈઝલે કહ્યું હતું, 'દિલીપ સાહેબના ગળામાં એક રૂપાલ પણ રહેતો અને તેના પર સાયરા DK નામથી સિગ્નેચર માર્ક કરતાં હતાં. સાયરાજીએ ક્યારેય દિલીપ સાહેબની સેવા કરવામાં કંટાળો પ્રગટ કર્યો નહોતો. આપણે કદાચ આપણાં પેરેન્ટ્સ માટે એટલું ના કરીએ જેટલું સાયરાજીએ દિલીપ સાહેબ માટે કર્યું છે. હું તો ઘણીવાર તેમની સાથે મસ્તી કરતો અને કહેતો કે સાયરાજી તમારી પર તો એક બુક લખાવવી જોઈએ. તો તરત જ તેઓ કહેતા કે હું આ બુક લખવા માટે નથી કરતી. આ તો મારી ડ્યૂટી છે. જો સાહેબને સહેજ પણ ઠંડી લાગે તો સાયરાજી અડધો કલાક સુધી ટેમ્પ્રેચર કંટ્રોલમાં આવે તે માટે મહેનત કરતા.'

છેલ્લાં 20 વર્ષથી ફિલ્મની વાતો ઓછી કરતા
ફારુખીએ કહ્યું હતું, 'જીવનના અંતિમ સમયમાં દિલીપ સાહેબે ક્યારેય ફિલ્મની વાતો કરી નહોતી. ખાસ કરીને મારી સાથે તો ક્યારેય કરતા નહોતા. જ્યારે અમે જોગર્સ પાર્કમાં વૉક કરવા જતા અથવા તો ગાડીમાં સાથે જતા ત્યારે ફિલ્મના કોઈ સીન અંગે વાત કરતા. છેલ્લાં પાંચેક વર્ષથી તેમણે વાંચવાનું તથા લખવાનું ઘણું જ ઓછું કરી નાખ્યું હતું. જોકે, ખાવાનો શોખ ઘણો જ હતો. તેઓ જીવન જીવવા માગતા હતા. જીવનના તમામ લુત્ફ લેતા હતા. પાંચ વર્ષ પહેલાં તેમની તબિયત સારી હતી. છેલ્લાં 10 વર્ષમાં તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. વર્ષ 2000થી તેમને ફિલ્મમાં કોઈ રસ રહ્યો નહોતો. મેકર્સ ઑફર્સ લઈને આવે તો તરત જ ના પાડી દેતા હતા. તે સમયમાં રાજ્યસભામાં મેમ્બર પણ હતા અને તેથી જ ફિલ્મમાં જરા પણ રસ રહ્યો નહોતો.

બાળકો સાથે વધુ સમય પસાર કરતા
ફૈઝલે આગળ કહ્યું હતું, 'દિલીપ સાહેબને પોતાનું સંતાન નહોતું, પરંતુ તેમણે ક્યારેય આ અંગે કોઈની કંઈ કહ્યું નહોતું. તેમના મનમાં શું લાગણી હતી, તે જાણવી તો મુશ્કેલ હતી. જોકે, મને એ ખ્યાલ છે કે તેઓ બાળકોને ઘણો જ પ્રેમ કરતા હતા. તેમનામાં ઘરમાં જો બાળકો આવતા તો તેઓ ઘણાં જ ખુશ થતા. તેમની સાથે ટાઇમ સ્પેન્ડ કરતા. એક દિવસ મને એમ કહ્યું હતું કે બહુ દિવસથી તારા બાળકોને નથી જોયા. તેમને બોલાવી લાવ. જ્યારે મારા બાળકો આવ્યા તો તેમણે ઘણી જ મસ્તી કરી હતી. પછી મેં એમ કહ્યું કે સાહેબ બાળકો સાથે તમારી એક તસવીર ક્લિક કરીએ. મોટા થશે તો તેઓ કહેશે કે દિલીપ કુમારની સાથે સમય પસાર કર્યો હતો. આ વાત પર તેમણે કહ્યું હતું, 'અરે, આ બાળકોને શું ખબર, કોણ દિલીપ કુમાર.'

શાહરુખ ખાનની 'દેવદાસ' નહોતી જોઈ
ફૈઝલે જણાવ્યું હતું, 'શાહરુખની 'દેવદાસ' આવી હતી ત્યારે મેં દિલીપ સાહેબને કહ્યું હતું કે શાહરૂખ ખાને કહ્યું હતું કે તેણે દિલીપસાહેબમાંથી ઘણું જ શીખ્યું છે. તે દિલીપ સાહેબ માટે પ્રાઇવેટ સ્ક્રિનિંગ રાખવા માગે છે. જોકે, તેના પર દિલીપ સાહેબે કહ્યું હતું કે તે સારો છે અને સારું જ કામ કર્યું હશે. મારા મતે દિલીપ સાહેબ તથા શાહરુખ વચ્ચે અંગત મુલાકાતો બહુ જ ઓછી રહી હતી. તેઓ મોટાભાગે ઇવેન્ટ કે ફંક્શનમાં જ એકબીજાને મળતા હતા. સોશિયલ વિઝીટ શાહરુખે ચાર વર્ષ પહેલા કરી હતી. આ સમયે દિલીપ સાહેબ બીમાર હતા. શાહરુખ ઘરે આવ્યો હતો. તે સમયની તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ હતી.'

અન્ય સમાચારો પણ છે...