તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ રીવ્યૂ:એ. આર રહેમાનની ફિલ્મ ‘99 સોન્ગ્સ’માં મ્યુઝિકને નફરત અને પ્રેમ કરનારાની સરસ સ્ટોરી છે

2 મહિનો પહેલાલેખક: જ્યોતિ શર્મા

એ. આર રહેમાન ફિલ્મનાં રાઈટર હોય અને ફિલ્મની મ્યુઝિક પણ તેમનું હોય તો તમે સમજી શકો છો કે તે ફિલ્મ કેટલી સારી હશે! ફિલ્મનાં દરેક સીનમાં તમને મ્યુઝિકની હાજરી જણાશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તમને લાગશે કે આ સ્ટોરી ક્યાંક જોયેલી છે. ‘99 સોન્ગ્સ’માં મ્યુઝિકને અનહદ પ્રેમ કરનારા અને નફરત કરનારાની સ્ટોરી એ રીતે પીરસવામાં આવી છે કે તમને લાગશે અ ઘટનાઓ આજુ-બાજુની જ છે. ફિલ્મની શરુઆતમાં જ એક ડાયલોગ સાંભળવા મળશે, ‘મ્યુઝિક કી લત જિસે લગતી હૈ, ઉસકે કારણ ઉસે તાલિયો ક નશા હો જતા હૈ, જો એક અલગ હી નશા હોતા હૈ, જિસકે બાદ નશે ઇન્સાન કરના શુરુ કર દેતે હૈ’

ફિલ્મની સ્ટોરી કેવી છે?
ફિલ્મમાં એક ફેશન ડિઝાઈનર, ડાન્સર અને આર્ટિસ્ટ સોફિયા એક આંત્રપ્રિન્યોરની દીકરી છે. તે જય નામના એક છોકરાને પ્રેમ કરે છે. જય એક સિંગર અને રાઈટર છે. તેને મ્યુઝિક સાથે વધારે લગાવ છે. જયના પિતા બાળપણથી જયને મ્યુઝિકથી દૂર રહેવાનું કહેતા અને સંગીતને નફરત કરતા હતા. જયનો પ્રેમ એટલે કે સોફિયાના પિતા પણ જયને મ્યુઝિશિયન બનવા દેવા માગતા નથી. સોફિયાના પિતા જયને 100 સોંગ ગાવા માટે ચેલેન્જ આપે છે. એ પછી આખી સ્ટોરી જયના સોન્ગની આજુબાજુ ફરે છે. સ્ટોરીમાં આગળ શું થશે તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી રહેમાને લખી છે અને ડિરેક્ટર વિશ્વેશ કૃષ્ણામૂર્તિ છે. ફિલ્મમાં સ્ક્રીન-પ્લે ઠીક છે જ્યારે સ્ટોરી ઘણી સિમ્પલ છે. ફિલ્મમાં 14 સોન્ગ છે જે ફિલ્મનાં નામ અનુરૂપ છે. અમુક સીન તમારા દિલને સ્પર્શે તેવા પણ છે. ફિલ્મમાં સંગીત ઉપરાંત બીજી સુંદર વસ્તુ સિનેમેટોગ્રાફી છે. વિઝ્યુઅલ ઈફેક્ટમાં કાલ્પનિક દ્રશ્યો પણ સારા છે.

એક્ટિંગની વાત કરીએ તો ન્યૂ કમર ઇહાન ભટ્ટ અને એડિલેસી વગાર્સે સારો અભિનય કર્યો છે. ફિલ્મમાં તેમનું કામ જોઇને તમને લાગશે નહિ કે આ તેમની પ્રથમ ફિલ્મ છે. આ ઉપરાંત ફિલ્મમાં બીજી સપોર્ટિંગ એક્ટ્રેસ પણ છે. ફિલ્મમાં લીઝા રે એક ઝાઝ સિંગરના રૂપે દેખાશે.

મનીષા કોઈરાલા મનોચિકિત્સકનો રોલમાં છે
મનીષા કોઈરાલા પોતાના ડૉક્ટરના કેરેક્ટરને પૂરો ન્યાય આપે છે. આ ઉપરાંત ફિલ્મમાં રંજીત બરોટ, રાહુલ, રામ, આદિત્ય, સીલ , વરીના હુસૈન ઉપરાંત અન્ય કેરેક્ટર્સ પણ છે. ખાસ વાત તો એ છે કે વરીના હુસૈનના કેરેક્ટરને જોઇને દર્શકો ચોંકી શકે છે.