તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:98 વર્ષીય દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા મળી, સાયરાએ કહ્યું- રૂટીન ચેકઅપ હતું

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલીપ કુમાર મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ છે. જોકે, તેમને કોરોના નથી. દિલીપ કુમારના પત્ની સાયરાબાનોએ કહ્યું હતું કે તે રૂટિન ચેકઅપ માટે દિલીપ કુમારને લઈને આવ્યા છે. દિલીપ કુમાર 98 વર્ષના છે અને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાને કારણે અનેકવાર હોસ્પિટલમાં એડમિટ થઈ ચૂક્યા છે. માર્ચ 2020થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છે. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે હવે તેઓ ઘરે જઈ રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરજો કે તેઓ સારા રહે.

ગયા વર્ષે બે ભાઈના મોત
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાને કારણે મોત થયા હતા. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નું મોત કોરોનાને કારણે થયું હતું. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા. જોકે, દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈના મોત અંગે ખબર નથી.

સો.મીડિયા હેન્ડલ પર આ માગણી કરી હતી
હાલમાં જ ફૈઝલ ફારુખીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે 77 વર્ષના ફિલ્મી કરિયરમાં દિલીપ સાહેબે અનેક ફોટોઝ પર ઓટોગ્રાફ આપ્યા હતા. ચાહકો તેમને પત્ર લખે છે. જો તમારી પાસે, તમારા સંબંધીઓ પાસે અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે આવી જ કંઈક યાદો હોય તો દિલીપસાહેબેની સાથે શૅર કરો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો