તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરીથી હોસ્પિટલમાં એડમિટ:શ્વાસ લેવામાં તકલીફ પડતાં 98 વર્ષીય દિલીપ કુમાર ICUમાં દાખલ, મહિનામાં બીજીવાર એડમિટ થયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
7 જૂનના રોજ હોસ્પિટલમાંથી આ તસવીર દિલીપ કુમારના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કરવામાં આવી હતી. - Divya Bhaskar
7 જૂનના રોજ હોસ્પિટલમાંથી આ તસવીર દિલીપ કુમારના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કરવામાં આવી હતી.
  • દિલીપ કુમારને 11 જૂનના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ થયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેથી જ તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ICUમાં છે અને ડૉક્ટર્સના મતે તેમની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

શ્વાસ લેવામાં તકલીફ પડતાં દાખલ કરવામાં આવ્યા
હોસ્પિટલનાં સૂત્રોના મતે, 98 વર્ષીય દિલીપ કુમારને હિંદુજા હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, આથી જ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ તથા તેમની ઉંમર જોતાં પરિવારે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ ઠીક છે. હાલમાં તેમની સાથે તેમનાં પત્ની સાયરાબાનો છે.

જૂનમાં પાંચ દિવસ એડમિટ રહ્યા હતા
નોંધનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સ પાણી બહાર કાઢ્યું હતું અને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યારે સાયરાબાનોએ ચાહકોનું અભિવાદન કર્યું હતું.
દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યારે સાયરાબાનોએ ચાહકોનું અભિવાદન કર્યું હતું.

ગયા મહિને પણ એડમિટ થયા હતા
ગયા મહિને દિલીપ કુમાર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરજો કે તેઓ સારા રહે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છે

ગયા વર્ષે બે ભાઈનાં મોત
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓનાં કોરોનાને કારણે મોત થયાં હતાં. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નાં મોત કોરોનાને કારણે થયાં હતાં. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા. જોકે દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈનાં મોત અંગે ખબર નથી.

પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.

8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો છે. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.