સ્વર કોકિલાની બિગ અચિવમેન્ટ:92 વર્ષીય લતાજીએ સિંગિંગમાં 80 વર્ષ પૂરા કર્યાં, 1941માં પહેલીવાર સ્ટુડિયોમાં ગીત ગાયું હતું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વર કોકિલા લતા મંગેશકરની સિંગિંગ કરિયરને 80 વર્ષ પૂરા થયા છે. 92 વર્ષીય લતાજીએ આ અંગે સો.મીડિયા પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું, '16 ડિસેમ્બર, 1941ના રોજ ઈશ્વર, પૂજ્યા માઇ તથા બાબાના આશીર્વાદ લઈને મેં રેડિયો માટે પહેલીવાર સ્ટુડિયોમાં 2 ગીત ગાયાં હતાં. આજે આ વાતને 80 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 80 વર્ષમાં મને જનતાનો અસીમ પ્રેમ તથા આશીર્વાદ મળ્યા, મને વિશ્વાસ છે કે તમારો પ્રેમ તથા આશીર્વાદ આ રીતે હંમેશાં મળતા રહેશે.'

50 હજારથી વધુ ગીતો ગાયા
લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો છે. તેમના પિતા દીનાનાથ મંગેશકર થિયેટર આર્ટિસ્ટ તથા ગાયક હતા. લતાજીને નાનપણથી જ ગીતનો શોખ હતો અને સંગીતમાં રસ પણ હતો. લતાજીએ 13 વર્ષની ઉંમરમાં પહેલી વાર 1942માં મરાઠી ફિલ્મ 'પહલી મંગલાગૌર'માં ગીત ગાયું હતું. હિંદી ફિલ્મમાં તેમની એન્ટ્રી 1947માં ફિલ્મ 'આપકી સેવા'થી થઈ હતી. તેમણે અત્યાર સુધી 36 ભાષામાં અંદાજે 50 હજારથી વધુ ગીત ગાયાં છે. 2015માં લતાજીએ છેલ્લીવાર નિખિલ કામતની ફિલ્મ 'ડુન્નો વાય 2'માં ગીત ગાયું હતું.

9 સપ્ટેમ્બર, 1938ના રોજ લતાજીએ પતિ સાથે પહેલીવાર ક્લાસિકલ પર્ફોર્મન્સ સોલાપુરમાં આપ્યું હતું. આ 83 વર્ષ પહેલાંની વાત છે.
9 સપ્ટેમ્બર, 1938ના રોજ લતાજીએ પતિ સાથે પહેલીવાર ક્લાસિકલ પર્ફોર્મન્સ સોલાપુરમાં આપ્યું હતું. આ 83 વર્ષ પહેલાંની વાત છે.

પહેલાં ગીત માટે 25 રૂપિયા મળ્યાં હતાં લતાજીએ પહેલીવાર સ્ટેજ પર ગીત ગાયું ત્યારે તેમને 25 રૂપિયા મળ્યાં હતાં. લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકર તથા બહેન ઉષા, મીના તથા આશા તમામે મ્યૂઝિકને જ કરિયર તરીકે પસંદ કર્યું છે. હૃદયનાથની સાથે લતાજીએ કેટલાંક મરાઠી ગીતો પણ ગાયાં છે.

લતાજીએ બહેન આશાની સાથે માસ્ટર વિનાયકની પહેલી હિંદી ફિલ્મ 'બડી મા'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો.
લતાજીએ બહેન આશાની સાથે માસ્ટર વિનાયકની પહેલી હિંદી ફિલ્મ 'બડી મા'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો.

આ રીતે ફર્સ્ટ બિગ બ્રેક મળ્યો
સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષની લતાને સાંભળ્યા તો તેમણે તે સમયના સફળ ફિલ્મ પ્રોડ્યૂસર શશધર મુખર્જી સાથે મુલાકાત કરાવી હતી. શશધર સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ અવાજ ઘણો જ પાતળો છે. ચાલશે નહીં. ત્યારબાદ ગુલામ હૈદરે જ લતાજીને ફિલ્મ 'મજબૂર'ના ગીત 'અંગ્રેજી છોરા ચલા ગયા...' ગીતમાં ગાવાની તક આપી હતી. લતાજીનો આ પહેલો બિગ બ્રેક હતો. ત્યારબાદ શશધરે પોતાની ભૂલ માની અને 'અનારકલી', 'જિદ્દી' જેવી ફિલ્મમાં લતાજી પાસે ગીત ગવડાવ્યા હતા.

લગ્ન કેમ કર્યાં નથી?
લતાજીએ લગ્ન કર્યા નથી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, 'ઘરના તમામ સભ્યોની જવાબદારી મારા પર આવી ગઈ હતી. આ જ કારણે અનેકવાર લગ્નનો વિચાર આવ્યો પણ તેના પર અમલ કરી શકી નહીં. નાની ઉંમરમાં જ કામ કરવા લાગી હતી. મારી પાસે ઘણું જ કામ રહેતું હતું. 1942માં 13 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન થયું અને પરિવારની જવાબદારી મારી પર આવી ગઈ હતી.'

લતા તથા મીના કુમારી પાક્કી બહેનપણીઓ હતી. મીના કુમારી ઘણીવાર લતાજીને મળવા રેકોર્ડિંગ સ્ટૂડિયો જતાં હતાં.
લતા તથા મીના કુમારી પાક્કી બહેનપણીઓ હતી. મીના કુમારી ઘણીવાર લતાજીને મળવા રેકોર્ડિંગ સ્ટૂડિયો જતાં હતાં.

જાનથી મારવાનો પ્રયાસ થયો હતો
1962માં લતાજી જ્યારે 32 વર્ષના હતા ત્યારે તેમને સ્લો પોઇઝન આપવામાં આવતું હતું. લતાજીના એકદમ નિકટના સાથી પદ્મા સચદેવે પોતાની બુક 'એસા કહાં સે લાઉં'માં આનો ઉલ્લેખ કર્યો હતો. રાઇટર મઝરુહ સુલ્તાનપુરીએ થોડાં સમય માટે લતાજીને ઘરે રહીને ભોજન ટેસ્ટ કરીને પછી જ લતાજીને આપતા હતા. જોકે, લતાજીને મારવાનો પ્રયાસ કોણે કર્યો, તે આજ સુધી જાણી શકાયું નથી.

આઇસક્રીમ-અથાણાં-મરચાં ખાતાં
લતાજી ગીત રેકોર્ડિંગ પહેલાં આઇસક્રીમ ખાઈ લેતા હતા. અથાણું, મરચાં જેવી તમામ વાનગી ખાતા હતા. 1974માં લંડનમાં રોયલ આલ્બર્ટ હોલમાં પર્ફોર્મ કરનારા લતાજી પહેલાં ભારતીય છે.

2001માં રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે લતાજીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
2001માં રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે લતાજીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

અત્યાર સુધી આ અવોર્ડ્સ મળ્યાં

  • ફિલ્મફેર અવોર્ડ (1958, 1962, 1965, 1969, 1993 તથા 1994)
  • નેશનલ અવોર્ડ (1972, 1975 તથા 1990)
  • મહારાષ્ટ્ર સરકાર અવોર્ડ (1966 અને 1967)
  • 1969 - પદ્મ ભૂષણ
  • 1989 - દાદા સાહેબ ફાળકે અવોર્ડ
  • 1993 - ફિલ્મફેર લાઇફ ટાઇમ અચિવમેન્ટ અવોર્ડ
  • 1996 - સ્ક્રીન લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
  • 1997 - રાજીવ ગાંધી અવોર્ડ
  • 1999 - પદ્મવિભૂષણ, ઝી સિને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
  • 2000 - IIFA લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ
  • 2001 - સ્ટારડસ્ટ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ, નૂરજહાં અવોર્ડ, મહારાષ્ટ્ર ભૂષણ અવોર્ડ
  • 2001 - ભારત રત્ન
અન્ય સમાચારો પણ છે...