તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુષ્કા શર્માએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 11 જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલના પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત 91 વર્ષીય પારસી ડૉક્ટર રૂસ્તમ સોનાવાલા પાસે ડિલિવરી કરાવી હતી. ડૉ રૂસ્તમ મેડિકલજગતમાં ડૉ. આર. પી. સોનાવાલા તરીકે લોકપ્રિય છે.
કરીનાની બીજી ડિલિવરી પણ આ જ ડૉક્ટર કરાવશે
વર્ષ 2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવશે. કરીના ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે.
બબીતાની પણ આ ડૉક્ટરે જ ડિલિવરી કરાવી હતી
ડૉ. રૂસ્તમવાલાએ જ બબીતાની બંને ડિલિવરી કરાવી હતી. નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. ડૉક્ટર સોનાવાલાએ કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.
કોણ છે ડો. સોનાવાલા
91 વર્ષીય ડૉક્ટર આરપી સોનાવાલાએ વર્ષ 1948થી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, 'એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.' ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને 1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી 'લાઈફગિવર' લખી છે.
વિરાટે હોસ્પિટલમાં પ્રાઇવસી અંગે સાવચેતી રાખી
અનુષ્કા તથા વિરાટ પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાક કડક નિયમો મૂક્યા છે. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શકે એમ નથી. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ફૂલો અથવા કોઈપણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં, અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નથી. આટલું જ નહીં, હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.