અક્ષય કુમારની સાથે 'સૌગંધ', મિથુન ચક્રવર્તીની સાથે 'ફૂલ ઔર અંગાર' અને સની દેઓલની સાથે 'વીરતા'માં જોવા મળેલી એક્ટ્રેસ શાંતિપ્રિયા બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ફિલ્મોમાં વાપસીને વિશે ઘણી બધી વાતો શેર કરી છે. 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસિસમાંની એક શાંતિ હવે ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં જોવા મળશે.
16 વર્ષ પછી રેમ્પ પર ઉતરી
શાંતિપ્રિયાએ 16 વર્ષ પછી બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં રેમ્પ વોક કરવા વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, છેલ્લી વખત મેં 2006માં રેમ્પ વોક કર્યું હતું. આટલા વર્ષો પછી ફરીથી આવું કરવાની મજા આવી હતી. ડાન્સર હોવાના કારણે હું પરફોર્મ કરતી રહું છું અને લાંબા સમય પછી રેમ્પ વોક કરવા વિશે હું બિલકુલ પણ નર્વસ નથી.
શો બિઝમાંથી બ્રેક લેવાનો કોઈ અફસોસ નથી
જ્યારે એક્ટ્રેસને શો બિઝ છોડવા વિશે રિગ્રેટ કરવા અંગે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે, મને કોઈ વાતનો અફસોસ નથી. મેં માતા અને પતિની જવાબદારીઓ પૂરી કરવા માટે બ્રેક લીધો હતો. મને લાગે છે કે મેં મારી ડ્યુટી પૂરી કરી અને ફરીથી તે જગ્યા પર આવી જ્યાંથી હું બિલોન્ગ કરું છું.
એક્ટ્રેસના દીકરાઓને કમબેક કરવા માટે કહ્યું
શાંતિપ્રિયા થોડા વર્ષો સુધી ટીવીમાં પણ કામ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે તે આજની જનરેશનને જોઈને ઈન્સ્પાયર થાય છે. શાંતિએ કહ્યું, આજે હું જોઈ રહી છું કે માત્ર લગ્ન પછી જ નહીં પરંતુ માતા બન્યા પછી પણ હું ખૂબ જ ઓછા સમયમાં કેમેરા પર કમબેક કરી રહી છું. મને ખુશી છે કે મારા દીકરાઓ મને એક્ટિંગમાં વાપસી માટે કહી રહ્યા છે.
બાયોપિકમાં જોવા મળશે એક્ટ્રેસ
એક્ટ્રેસ ફ્રીડમ ફાઈટર સરોજિની નાયડુની બાયોપિકમાં મોટા પડદા પર વાપસી કરી રહી છે. પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરતા તેણે કહ્યું, આ એક પેન ઈન્ડિયા ફિલ્મ હશે, જે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. જૂનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને મારે શૂટિંગ પહેલા ઘણી બધી તૈયારીઓ કરવાની છે. અમારી પાસે સરોજિની નાયડુની જીવનશૈલી જોવા માટે મુશ્કેલીથી એક ક્લિપ અથવા ફૂટેજ છે. હું આ પ્રોજેક્ટ વિશે ઘણી એક્સાઈટેડ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.