તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:85 વર્ષીય બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીની તબિયત નાજુક, સારવારની કોઈ અસર થતી નથી

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

85 વર્ષીય બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જી છેલ્લાં 19 દિવસથી કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે. ડૉક્ટર્સે ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એક્ટર પર ટ્રીટમેન્ટની કોઈ અસર થતી નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી દિવસમાં મેડિકલ ટીમે કેટલાંક મહત્ત્વના અને મુશ્કેલ નિર્ણય લેવા પડશે. છેલ્લાં 72 કલાકમાં સૌમિત્રની તબિયત થોડી લથડી છે અને આ કઈ રીતે આગળ વધશે, તે ખ્યાલ નથી. તેમના રિપોર્ટ્સ પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોરોનાને કારણે તેમને મગજની બીમારી થઈ છે.

ડૉક્ટર્સના મતે, સૌમિત્ર ચેટર્જીના ફેફસાં, બ્લડ પ્રેશર, હાર્ટ તથા કિડની બરોબર કામ કરે છે. જોકે, તેમના પ્લેટલેટ સતત ઘટી રહ્યા છે. બ્લડમાં યુરિયા તથા સોડિયમનું પ્રમાણ વધ્યું છે. દવાઓ તથા અથાગ પ્રયાસ બાદ પણ તેમના પર કોઈ સારવારની અસર થતી નથી.

વધુમાં ડૉક્ટર્સે કહ્યું હતું, 'ફેફસાં તથા બ્લડ પ્રેશર બરોબર હોવા છતાંય તેમની તબિયત હાલ ચિંતાનો વિષય છે. તેમના પ્લેટલેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને અમે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આવું કેમ થઈ રહ્યું છે. આવતીકાલે અમે કેટલાંક મુશ્કેલ નિર્ણયો લઈશું અને અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશું, પરંતુ ઘણીવાર આ ઉંમરે પહોંચેલી વ્યક્તિને આ બીમારીમાં સારામાં સારા પ્રયાસો કરવામાં આવે તો પણ તે પૂરતા હોતા નથી.'

ઉલ્લેખનીય છે કે છ ઓક્ટોબરના રોજ સૌમિત્ર ચેટર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે, થોડાં દિવસ પહેલા જ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમને નોન-કોવિડ ITU (ઈન્ટેસિવ ટ્રીટમેન્ટ યુનિટ)માં દાખલ કરવામાં આવ્યા છે.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જીએ સત્યજીત રે સાથે 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો