તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:84 વર્ષના રવિ પટવર્ધનનું હાર્ટ અટેકને કારણે અવસાન, લૉકડાઉન બાદથી કોઈ કામ નહોતું

મુંબઈ4 મહિનો પહેલા

મરાઠી તથા હિંદી સિનેમા-ટીવી જગતના જાણીતા એક્ટર રવિ પટવર્ધનનું 84 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. છ ડિસેમ્બર, રવિવારના રોજ સવારે હાર્ટ અટેક આવ્યો હતો. રવિ પટવર્ધનને શનિવાર (પાંચ ડિસેમ્બર)ની રાતથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. આ પહેલાં માર્ચ, 2020માં રવિને હાર્ટ અટેક આવ્યો હતો.

200થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે
1937માં જન્મેલા રવિ પટવર્ધન લૉકડાઉન પહેલાં મરાઠી શો 'અગાબાઈ સાસુબાઈ'માં આજો બાના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે 200થી વધુ ફિલ્મ તથા 150થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું. તેઓ 'અંકુશ', 'તેજાબ' જેવી ફિલ્મમાં જોવ મળ્યા હતા. તેમના વ્યક્તિત્વને કારણે તેમને ગામના સરપંચ, પોલીસ કમિશ્નર, જજ કે પછી વિલનના રોલ મળતા હતા. તેમના પરિવારમાં પત્ની બે બાળકો, વહુ, પૌત્ર-પૌત્રીઓ છે.

15 દિવસ પહેલાં પ્રોડ્યૂસર સાથે વાત કરી હતી
મરાઠી શો 'અગાબાઈ સાસુબાઈ'ના પ્રોડ્યૂસર સુનીલ ભોસલેએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રવિ પટવર્ધન સાથે 15 દિવસ પહેલાં જ વાત થઈ હતી. શૂટિંગ બીજીવાર શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. કોરોનાને કારણે તેમણે શોમાં ફેરફાર કર્યો હતો અને તેઓ ઘરેથી કામ કરી શકે તે રીતની વ્યવસ્થા કરી હતી. તેમને ફેબ્રુઆરી-માર્ચમાં પણ અટેક આવ્યો હતો. જોકે, તેઓ સાજા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો