હેલ્થ અપડેટ:78 વર્ષીય અમિતાભ બચ્ચને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, હાલમાં એકદમ સ્વસ્થ છે

મુંબઈ8 મહિનો પહેલા
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખેલી એક લાઈનથી ચાહકો ચિંતામાં આવી ગયા હતાં
  • અમિતાભ બચ્ચને બ્લોગમાં ઓપરેશન કરાવશે, તેવી માહિતી આપી હતી

78 વર્ષીય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ અવાર-નવાર પોતાની રૂટિન લાઈફ અંગે અપડેટ આપતા હોય છે. હાલમાં જ અમિતાભે બ્લોગમાં પોતાની તબિયત અંગે એવી વાત કરી હતી કે ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા છે. અમિતાભે કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેમને સર્જરી કરાવવી પડશે. હવે અમિતાભ બચ્ચનના ફૅન ગ્રુપે દિવ્યભાસ્કર સાથે ચેટનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. આ સ્ક્રીનશોટ પ્રમાણે, ગઈકાલે એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ અમિતાભ બચ્ચનનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં તેઓ પોતાના જલસા બંગલામાં છે અને એકદમ સ્વસ્થ છે.

શું કહ્યું અમિતાભે?

અમિતાભ 27 ફેબ્રુઆરીએ રાત્રે બ્લોગમાં તબિયત અંગે વાત કરી હતી
અમિતાભ 27 ફેબ્રુઆરીએ રાત્રે બ્લોગમાં તબિયત અંગે વાત કરી હતી

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં માત્ર એક જ લાઈન લખી છે. આ એક લાઈને તમામને ચિંતામાં મૂકી દીધા હતાં. તેમણે પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'મેડિકલ કંડિશન...સર્જરી...હું વધુ લખી શકતો નથી. એબી.' આ બ્લોગ અમિતાભે 27 ફેબ્રુઆરીએ લખ્યો છે.

સો.મીડિયામાં પોસ્ટ કરેલી તસવીરે ટેન્શન વધાર્યું હતું

સો.મીડિયામાં અમિતાભે આ પોસ્ટ શૅર કરી હતી
સો.મીડિયામાં અમિતાભે આ પોસ્ટ શૅર કરી હતી

અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોતાની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે તેમને કેપ્શનમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા હતાં. આ કેપ્શનથી ચાહકો વધુ ચિંતાગ્રસ્ત થઈ ગયા હતાં.

હાલમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત

બિગ બી તથા અજય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત
બિગ બી તથા અજય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત

અમિતાભ બચ્ચન એક્ટર અજય દેવગનની ફિલ્મ 'મેડે'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ 'ઝુંડ' તથા 'ચેહરે' થિયેટરમાં રિલીઝ થવાની છે. 'બ્રહ્માસ્ત્ર'માં પણ અમિતાભ કામ કરી રહ્યા છે.

ગયા વર્ષે કોરોના થયો હતો

અમિતાભના પરિવારમાં માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
અમિતાભના પરિવારમાં માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

'કૌન બનેગા કરોડપતિ'ના શૂટિંગ પહેલાં અમિતાભ બચ્ચન તથા અભિષેક, ઐશ્વર્યા-આરાધ્યાને કોરોના થયો હતો. ગયા વર્ષે જુલાઈમાં અમિતાભનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

અમિતાભ માત્ર 25% લિવરના સહારે જીવે છે
2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તેઓ માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હિપેટાઇટિસ-બી વાઈરસના કારણે 75% લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન હિપેટાઇટિસ-બીનો ભોગ બન્યા હતા. તે સમયે 200 ડોનર્સની લગભગ 60 બોટલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

અનેક બીમારી હોવા છતાં અમિતાભ શૂટિંગમાં વ્યસ્ત રહે છે
અનેક બીમારી હોવા છતાં અમિતાભ શૂટિંગમાં વ્યસ્ત રહે છે

આમાંના એક ડોનરના લોહીમાં હેપેટાઇટિસ-બી વાઈરસ હતો. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ વાઈરસ તેમની બોડીમાં આવી ગયો. 2000 સુધી બધું સામાન્ય હતું. બાદમાં મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે લિવરમાં ઈન્ફેક્શન છે, જેના કારણે 75% લિવર કોઈ કામનું નહોતું રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12% લિવરની સાથે જીવતી રહી શકે છે, જો કે, કોઈ વ્યક્તિ આ સ્ટેજ સુધી આવવા નથી માગતો.

ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે બિગ બી

અમિતાભ બચ્ચન 78ની ઉંમરમાં પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કામ કરે છે
અમિતાભ બચ્ચન 78ની ઉંમરમાં પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કામ કરે છે
  • જુલાઈએ 1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન, અમિતાભને પુનીત ઈસ્સરની સાથે ફાઈટિંગ સીનમાં થયેલી ઈજા અત્યંત જોખમી હતી. ત્યારબાદ તેઓ સતત 61 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા.
  • 'કુલી' દરમિયાન થયેલી દુર્ઘટના બાદ તેમણે દવાઓનો ભારે ડોઝ લીધો હતો. તેના થોડા સમય બાદ તેઓ મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીનો ભોગ બન્યા. બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે તેમણે ઘણા વર્ષો બાદ લિવર સિરોસિસની તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
  • ત્યારથી તેમનું લિવર નબળું થઈ ગયું છે. તે એક અકસ્માત તેમના આંતરિક અવયવોને એટલું નુકસાન પહોંચાડ્યું કે તેની આડઅસર હજી પણ સામે આવતી રહે છે.
  • થોડા વર્ષો પહેલા તેમને પેટમાં સમસ્યા થઈ હતી. 'ડાયવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન' નામની આ બીમારીની સારવાર કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમના પેટમાં અચાનક તીવ્ર દુઃખાવો થવા લાગ્યો અને પાચનતંત્રમાં સમસ્યા થઈ હતી. ઓક્ટોબર 2019માં પણ આવું જ થયું હતું અને તેમણે ત્રણ દિવસ નાણાવટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • 'કૌન બનેગા કરોડપતિ' શરૂ થતાં પહેલાં અમિતાભ 2000માં ટીબીનો ભોગ બન્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી તેમની સારવાર ચાલી હતી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેનકિલર લેતા હતા. તેમણે આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા પણ છે.
  • એપ્રિલ 2020ના રોજ એક પોસ્ટ લખીને અમિતાભે કહ્યું, 'મારી આંખોથી તસવીરો ધૂંધળી દેખાય રહી છે. કેટલીક વાર બે બે વસ્તુઓ દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી, હું પણ આ તથ્યને માનવા લાગ્યો છું કે, મારી આંખોની રોશની જતી રહેશે અને અંધત્વ પહેલાથી જ મારી અંદર પહેલેથી ચાલી રહેલી લાખો બીમારીઓમાં વધારો કરશે.'
અન્ય સમાચારો પણ છે...