તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કરનાર 74 વર્ષીય સતીશ કૌલનું કોરોનાને કારણે નિધન

મુંબઈ2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • લુધિયાણાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • પાંચ દિવસથી તાવ આવતો હતો

પંજાબી ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેઓ કોરોના પોઝિટિવ હતાં. સતીશ કૌલે 300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ 'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો.

કોરોનાને કારણે નિધન
સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું, 'તે લુધિયાણામાં રહેતા હતા. પાંચ દિવસ પહેલાં તેમને તાવ આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો નહોતો, કારણ કે તેમને ડર હતો કે તેઓ પોઝિટિવ આવશે. 3 દિવસ પહેલાં તેમની પરિસ્થિતિ ઘણી જ બગડી હતી અને તેમની કેર ટેકર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમની સ્થિતિ સારી હતી. આજ સવારે જ મેં તેમની સાથે વાત કરી હતી. જોકે, થોડાં કલાક બાદ જ તેમના અવસાનના સમાચાર આવ્યા હતા.'

ગયા વર્ષે લૉકડાઉનમાં મદદ માગી હતી
સતીશ કૌલની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેઓ લુધિયાણામાં રહેતા હતા. તે સમયે તેમણે કહ્યું હતું, 'હું હાલ લુધિયાણામાં એક નાનકડી ભાડેની જગ્યા પર રહું છું. હું પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. મારી તબિયત ઠીક છે, બધું બરાબર હતું પણ લૉકડાઉનને કારણે બધું બગડી ગયું. હું દવા, કરિયાણું અને પાયાની જરૂરિયાત માટે સ્ટ્રગલ કરી રહ્યો છું. હું ઇન્ડસ્ટ્રીના લોકોને મારી મદદ કરવા માટે અપીલ કરું છું. મને એક્ટર તરીકે ઘણો પ્રેમ મળ્યો છે, હવે મને એક જરૂરિયાતમંદ માણસ તરીકે મદદની જરૂર છે.'

2011માં પંજાબથી મુંબઈ આવ્યા હતા
સતીશ કૌલ 2011માં મુંબઈથી પંજાબ એક્ટિંગ સ્કૂલ શરૂ કરવા માટે આવ્યા પણ તેમાં તેમને ખાસ સફળતા ન મળી. 2014માં તેમને હિપ બોન ફ્રેક્ચર થયું હતું અને આ જ કારણે તેઓ અઢી વર્ષ માટે પથારીમાં હતા. ત્યારબાદ તેઓ પંજાબમાં વૃદ્ધાશ્રમ ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા.

લગ્નના એક વર્ષ બાદ ડિવોર્સ
સતીશ કૌલના લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ થયા હતા. તેમની પત્નીએ બીજા લગ્ન કર્યાં અને તે દીકરાને લઈ ડર્બન (દક્ષિણ આફ્રિકા) જતી રહી હતી.

જયા બચ્ચન-ડેની બેચમેટ
1969માં ફિલ્મ એન્ડ ટેલિવિઝ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ કરતાં સમયે સતીશ કૌલની સાથે જયા ભાદુરી, ડેની, આશા સચદેવ, અનિલ ધવન જેવા કલાકારો તેમના બેચમેટ હતા. અભ્યાસ પૂરો થયા બાદ સતીશ કૌલે અનેક પંજાબી ફિલ્મમાં હીરો તરીકે કામ કર્યું હતું. તેમને હિંદી ફિલ્મમાં ખાસ સફળતા મળી નહીં. જોકે, તેમણે દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, દેવાનંદ, વિનોદ ખન્ના જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

બીઆર ચોપરા પાસે કામ માગ્યું હતું
એક ઈન્ટરવ્યૂમાં સતીશ કૌલે કહ્યું હતું કે ધીમે ધીમે કામ મળતું બંધ થઈ ગયું હતું અને એક દિવસ તેઓ 'મહાભારત'ના પ્રોડ્યૂસર બી આર ચોપરાની ઓફિસ ગયા અને એકદમ ઊંચા અવાજમાં કહ્યું હતું કે પંજાબી હોવાને નાતે જો તમે કામ નહીં આપો તો કોણ આપશે? પછી તેમને ઈન્દ્રનો રોલ મળ્યો અને સાઈનિંગ અમાન્ટ તરીકે 5 હજાર રૂપિયા આપ્યા હતા. બે દિવસ બાદ ફિલ્મસિટીમાં ક્રાંતિ મેદાનમાં શૂટિંગ પર આવવાનું કહ્યું હતું.

હેલન સાથે સંબંધો હતા
સતીશ કૌલે પૂન ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાંથી ફોટોગ્રાફી કોર્સ પણ કર્યો છે. તેઓ જીતેન્દ્ર જેવા દેખાતા હતા અને તેથી જ તેઓ એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ હેલન સાથે તેમના સંબંધો હતા. જોકે, હેલને રાઈટર સલીમ ખાન સાથે લગ્ન કર્યાં અને આ વાતથી સતીશ કૌલ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ વાતથી તેઓ એ હદે દુઃખી રહેવા લાગ્યા કે કરિયર પર ફોકસ કરી શક્યા નહીં. તેમના પિતા મોહનલાલ આઈમાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેમણે પોતાના સંગીતથી કાશ્મીરી કલ્ચરને પ્રમોટ કર્યું હતું.

આ રીતે પૈસા વપરાઈ ગયા
અંદાજે 25-26 વર્ષ પહેલાં સતીશ કૌલના માતા-પિતાને કેન્સર થતાં સારવાર માટે તેમણે મુંબઈમાં વર્સોવા સ્થિત ફ્લેટ અઢી લાખ રૂપિયામાં વેચ્યો હતો. બાકીના પૈસામાંથી નાની બહેનના લગ્ન કર્યાં હતાં. થોડાં વર્ષો પહેલાં લુધિયાણામાં એક્ટિંગ સ્કૂલ પાર્ટનરશિપમાં શરૂ કરી હતી, પરંતુ તેમાં 20 લાખથી વધનું નુકસાન થયું હતું. થોડાંક વર્ષ પહેલાં સરકારે 5 લાખ રૂપિયા મદદ કરી હતી. જોકે, આ પૈસા દવા તથા સારવારમાં ખર્ચ થઈ ગયા હતા.

300થી વધુ ફિલ્મમાં કામ
સતીશ કૌલે પંજાબી, હિંદીમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં 'આંટી નંબર 1', 'પ્યાર તો હોના હી થા', 'ખેલ', 'કર્મા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. ટીવીમાં 'વિક્રમ ઔર બેતાલ', 'ધ રિયલાઈઝેશન ઓફ પ્રિન્સ આનંદસેન' સહિતના વિવિધ શોમાં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...