તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:74 વર્ષીય રણધીર કપૂર કોરોના નેગેટિવ, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કહ્યું- હું બિલકુલ સ્વસ્થ છું

મુંબઈ4 મહિનો પહેલા
  • 29 એપ્રિલના રોજ રણધીર કપૂરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા

74 વર્ષીય રણધીર કપૂર કોરોનાને હરાવીને ઘરે આવી ગયા છે. રણધીર કપૂરને 29 એપ્રિલના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે તેમણે કહ્યું હતું કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો અને તેઓ ઘરે છે.

થોડાં દિવસ ઘરમાં જ રહેશે
રણધીરે કહ્યું હતું, 'હું ઘરે આવી ગયો છું. હવે હું બિલકુલ ઠીક છું. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હું થોડાં દિવસ પત્ની બબીતા કપૂર, દીકરી કરિશ્મા-કરીનાને મળીશ નહીં.

હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો
રણધીરે કહ્યું હતું, 'મને ડૉક્ટર્સે થોડાં દિવસ સુધી બધાથી દૂર રહેવાની સલાહ આપી છે. થોડા સમય બાદ હું તમામને મળીશ. હું હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સનો આભારી છું. તેઓ ઘણાં જ સારા હતા અને મારી સારી રીતે દેખરેખ રાખી હતી.'

વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ
આ પહેલાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તે કેવી રીતે કોરોનાનો ભોગ બન્યાં. તેમણે પોતાના સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાંથી પાંચ સ્ટાફ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. આ પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણધીર કપૂરને વેક્સિનના બે ડોઝ લીધા બાદ કોરોના થયો હતો. હોસ્પિટલમાં તેમને ક્યારેય ઓક્સિજનની જરૂર પડી નહોતી.

આ કારણે કોવિડનો ટેસ્ટ કરાવ્યો
રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને થોડો તાવ હતો અને સહેજ ધ્રુજારી આવતી હતી. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે કોવિડનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તેમના આશ્ચર્યની વચ્ચે તે પોઝિટિવ આવ્યો હતો.