તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:વેક્સિનના બે ડોઝ લીધા હોવા છતાંય 74 વર્ષીય રણધીર કપૂરને કોરોના થયો, ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • રણધીર કપૂરના સ્ટાફના પાંચ લોકો પણ કોરોના પોઝિટિવ
  • પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા

29 એપ્રિલના રોજ 74 વર્ષીય રણધીર કપૂરને કોરોના થતાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રણધીર કપૂરે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે અને તેમને ખ્યાલ નથી કે તેઓ કેવી રીતે વાઈરસની ચપેટમાં આવી ગયા. રણધીર કપૂરને હવે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા તેમના પર વધારાના ટેસ્ટ કરવામાં આવશે.

શું કહ્યું રણધીર કપૂર?
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ઈન્ટેસિવ કેર યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા તેમના પર કેટલાંક ટેસ્ટ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે અને તે ટીના અંબાણીનો આભાર માને છે. પરિસ્થિતિ કંટ્રોલમાં છે.

પિતા રાજ કપૂર, માતા કૃષ્ણા કપૂર, તથા રિશી કપૂર, રાજીવ કપૂર સાથે રણધીર કપૂર
પિતા રાજ કપૂર, માતા કૃષ્ણા કપૂર, તથા રિશી કપૂર, રાજીવ કપૂર સાથે રણધીર કપૂર

કોરોના કેવી રીતે થયો ખબર નથી
આ પહેલાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તે કેવી રીતે કોરોનાનો ભોગ બન્યાં. તેમણે પોતાના સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાંથી પાંચ સ્ટાફ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. આ પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા છે.

આ કારણે કોવિડનો ટેસ્ટ કરાવ્યો
રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને થોડો તાવ હતો અને સહેજ ધ્રુજારી આવતી હતી. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે કોવિડનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તેમના આશ્ચર્યની વચ્ચે તે પોઝિટિવ આવ્યો હતો. જોકે, હવે તેમને તાવ આવતો નથી.

પત્ની તથા બે દીકરીઓ સાથે રણધીર કપૂર
પત્ની તથા બે દીકરીઓ સાથે રણધીર કપૂર

હાલમાં નાના ભાઈની પ્રોપર્ટીને કારણે ચર્ચામાં આવ્યા હતા
રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ ડિવોર્સી હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. આવી સ્થિતિમાં તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

પત્ની બબિતાથી અલગ રહે છે
15 ફેબ્રુઆરી, 1947માં મુંબઈમાં જન્મેલા રણધીર કપૂરે 1955માં ફિલ્મ 'શ્રી 420'માં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 'દો ઉસ્તાદ'માં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. 1968માં ફિલ્મ 'ઝૂક ગયા આસમાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 1971માં 'કલ આજ ઔર કલ'થી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેઓ પોતાના પિતા રાજ કપૂર જેટલા સફળ થયા નહોતા. આ જ વર્ષે તેમણે બોલિવૂડ એક્ટ્રેસ બબિતા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરી કરિશ્મા તથા કરીના છે. જોકે, 1988માં રણધીર તથા બબિતા અલગ થઈ ગયા હતા. બંને દીકરીઓ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ હતી.

અન્ય સમાચારો પણ છે...