તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હમ 7 સાથ હૈ:સેન્સરશિપ કાયદામાં ફેરફારને લઈને બોલિવૂડનાં 7 સંગઠન સરકાર વિરુદ્ધ, કાયદામાં ફેરફાર મંજૂર નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડસ્ટ્રીના મુખ્ય સાત સંગઠનોએ સાથે મળીને એક લેટર સરકારને મોકલ્યો છે
  • લેટરમાં કહ્યું છે, ‘સરકાર અમારી ફિલ્મની સમીક્ષા કરે તે અમને મંજૂર નથી’

કોરોનાને લીધે અજ્બો રૂપિયાનું નુકસાન ભોગવી રહેલા બોલિવૂડ પર ઘા પર મીઠું ભભરાવવા જેવી સ્થિતિ એટલે કે સેન્સરશિપ સુધારા વિરુદ્ધ આખી ઇન્ડસ્ટ્રી ભેગી થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીના મુખ્ય સાત સંગઠનોએ સાથે મળીને એક લેટર સરકારને મોકલ્યો છે.

સમીક્ષા કરવાનો હક માત્ર કોર્ટને જ હોવો જોઈએ
બોલિવૂડના પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, રાઈટર્સ, આર્ટિસ્ટ અને વર્કર્સના બધા સંગઠને એક સંયુક્ત લેટર મોકલીને કહ્યું કે, સરકાર અમારી ફિલ્મની સમીક્ષા કરે તે અમને મંજૂર નથી. આ ચેન્જ આખી રીતે ગેરકાયદાકીય છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. આવી સમીક્ષા કરવાનો હક માત્ર કોર્ટને જ હોવો જોઈએ.

સરકારને લેટર મોકલનારા સાત સંગઠન

  • પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા(PGI)
  • ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશન(ઈમ્પા)
  • ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC)
  • ફેડરેશન ઓફ વેસ્ટ ઇન્ડિયન સિને આર્ટિસ્ટ એસોસિયેશન(FWICE)
  • ઇન્ડિયન ફિલ્મ એન્ડ ડિરેક્ટર્સ એસોસિયેશન(WIFPA)
  • સ્ક્રીન રાઈટર્સ એસોસિયેશન

બોલિવૂડનાં 32 સંગઠન છે
પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઈટર, આર્ટિસ્ટ એસોસિયેશન અને ફિલ્મ ક્રાફ્ટના ટેક્નીશિયન સહિત કુલ 32 સંસ્થાના ફેડરેશન આશરે આખા બોલિવૂડનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠનની સાથે મળીને કેન્દ્ર સરકારને લેટર મોકલવાનો અર્થ છે કે, સેન્સરશિપના કાયદા વિરુદ્ધ આખું બોલિવૂડ એક થઈ ગયું છે.

સરકારે સિનેમેટોગ્રાફર એક્ટ 1952માં સુધારો કરીને ડ્રાફ્ટ બનાવ્યો છે અને તેને સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ 2021ના નામથી જાહેર કર્યું છે. આની પર સરકારે મંતવ્ય આપવાનું કહ્યું છે. આ મંતવ્ય આપવાની છેલ્લી તારીખ 2 જુલાઈ હતી.

સરકારે સિનેમેટોગ્રાફર એક્ટ 1952માં સુધારો કરીને ડ્રાફ્ટ બનાવ્યો છે
સરકારે સિનેમેટોગ્રાફર એક્ટ 1952માં સુધારો કરીને ડ્રાફ્ટ બનાવ્યો છે

સરકારને સંદેશ મળ્યો કે, આ કેસમાં બોલિવૂડ એક થઈને ઊભું છે
પ્રોડ્યુસર્સ ગિલ્ડના સૂત્રોએ દિવ્ય ભાસ્કર સાથે પુષ્ટિ કરતા કહ્યું કે, આ વિશે આખું બોલિવૂડ એક છે, આથી બધા સંગઠને લેટરમાં પોતાની વાત કહેવાનો નિર્ણય કર્યો છે.

લેટરમાં ચોખ્ખું કહ્યું છે કે, સેન્સર સર્ટિફિકેટ લીધા પછી રિલીઝ થયેલી ફિલ્મની સરકાર ફરીથી સમીક્ષા કરશે, આ પ્રસ્તાવ ઘણો ચિંતાજનક છે.

આ લેટરમાં ઘણા કાયદાનાં તર્ક અને વ્યવહારિક કારણોની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, આ એક કાયદા તરીકે સાચું નથી. સંવિધાનમાં જે અધિકાર જણાવ્યા છે, તેની ભાવના વિરુદ્ધ છે.

સુપ્રીમ કોર્ટે પહેલેથી ચોખવટ કરી છે
લેટરમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 2020માં એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું પ્રમાણપત્ર મળી ગયા પછી તેની સમીક્ષા કરવી એ સંવિધાન વિરુદ્ધનું કામ રહેશે.

કોર્ટે કહ્યું હતું, એક ફિલ્મ માટે સમાજમાં દરેક વર્ગનો પોતાનો મત હોય શકે છે. અલગ મત હોય તો જરૂરી નથી કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્સર બોર્ડના નિર્ણયની સમીક્ષા કરવામાં આવે અને પછી તેને કેન્સલ કરવામાં આવે.

સંવિધાન આર્ટિકલ 19(1) હેઠળ જે અધિકાર મળે છે, તેમાં દરેક પ્રોડ્યુસર તેમની ફિલ્મનું નિર્માણ કરે છે.

CBFCનાં નિર્ણયની સમીક્ષા કરવાની સત્તા માત્ર અને માત્ર કોર્ટ પાસે છે
CBFCનાં નિર્ણયની સમીક્ષા કરવાની સત્તા માત્ર અને માત્ર કોર્ટ પાસે છે

CBFC કાયદાનાં દાયરામાં રહીને ફિલ્મ સર્ટિફાય કરે છે
જ્યારે કોઈ પણ ફિલ્મ CBFC પાસે આવે છે, તો CBFC સિનેમેટોગ્રાફ એક્ટ સેક્શન 5(B)1 હેઠળ તે ફિલ્મની સમીક્ષા કર્યા પછી જ નક્કી કરે છે લે ફિલ્મ જાહેરમાં બતાવવા લાયક છે કે નહીં.

સેક્શન 5(B)1માં જણાવ્યા પ્રમાણે, પ્રમાણપત્ર આપતી સંસ્થાને લાગે કે ફિલ્મ અથવા તો તેનો કોઈ ભાગ સંવિધાનના આર્ટિકલ 19માં જણાવેલા નિર્દેશો પ્રમાણે દેશની સુરક્ષા, પ્રભુતા, વિદેશી રાષ્ટ્ર સાથે સંબંધ, સાવર્જનિક શાંતિ, શિષ્ટતા અને નૈતિકતાની ઉલ્લંઘન કરે છે કે કોર્ટનો તિરસ્કાર કરે છે તો તેને સાર્વજનિક રિલીઝ માટે પ્રમાણપત્ર આપવામાં નહીં આવે.

માત્ર કોર્ટ જ સમીક્ષા કરે, નોકરશાહી નહીં
આ સ્થિતિમાં CBFCનાં નિર્ણયની સમીક્ષા કરવાની સત્તા માત્ર અને માત્ર કોર્ટ પાસે છે. લેટરમાં કહ્યું છે કે, કોઈ પ્રશાસનિક પ્રણાલી કે પછી નોકરશાહી આ નિર્ણય ના કરી શકે.

લેટરમાં કહ્યું છે, સૌથી મોટી ચિંતાની વાત છે કે, નવા ચેન્જીસમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સામે કોઈ પણ રેફરન્સ આવશે તો તે ફિલ્મની સમીક્ષાના આદેશ આપી શકે છે.

આ રેફરન્સ બિન ન્યાયિક સંજ્ઞા છે. કોઈ વ્યક્તિ કયા આધાર પર એ નક્કી કરી લેશે કે ફિલ્મ જોવાલાયક છે કે નહીં અથવા તો કોણ રેફરન્સ મોકલી શકે છે. આનાથી કોઈ પણ વ્યક્તિને આવો રેફરન્સ મોકલવાનો મોકો મળી જશે. તેનાથી સરકાર અને CBFC પર ભાર વધી જશે.

અન્ય સમાચારો પણ છે...