તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

66મો ફિલ્મફેર અવોર્ડ:દિવંગત ઈરફાન ખાનને 2 અવોર્ડ, સૌથી વધુ 'થપ્પડ'ને 7 અવોર્ડ, ક્રિટિક બેસ્ટ એક્ટરનો અવોર્ડ અમિતાભ બચ્ચનને

મુંબઈએક મહિનો પહેલા
29 એપ્રિલના રોજ ઈરફાન ખાનનું નિધન થયું હતું. અવસાનના દોઢ મહિના પહેલાં 'અંગ્રેજી મીડિયમ' (12 માર્ચ, 2020)માં જોવા મળ્યા હતા.

66મો ફિલ્મફેર અવોર્ડ્સની જાહેરાત શનિવાર, 27 માર્ચના રોજ કરવામાં આવી હતી. દિવંગત ઈરફાન ખાનને બે અવોર્ડ મળ્યા છે. 'અંગ્રેજી મીડિયમ' માટે બેસ્ટ એક્ટર તથા મરણોપરાંત લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો છે. સૌથી વધુ અવોર્ડ તાપસીની ફિલ્મ 'થપ્પડ'ને મળ્યા છે. આ ફિલ્મને 7 અવોર્ડ મળ્યા છે, જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી સહિતના અવોર્ડ સામેલ છે. 78 વર્ષીય અમિતાભ બચ્ચનને ક્રિટિક્સે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કર્યા છે. બિગ બીને 'ગુલાબો સિતાબો' માટે આ અવોર્ડ મળ્યો છે.

વિનર્સ લિસ્ટ

 • લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડઃ ઈરફાન ખાન
 • બેસ્ટ એક્ટરઃ ઈરફાન ખાન (અંગ્રેજી મીડિયમ)
 • બેસ્ટ એક્ટ્રેસઃ તાપસી પન્નુ (થપ્પડ)
 • ક્રિટિક બેસ્ટ એક્ટરઃ અમિતાભ બચ્ચન (ગુલાબો સિતાબો)
 • ક્રિટિક બેસ્ટ એક્ટ્રેસઃ તિલોતમા શો (સર)
 • ક્રિટિક બેસ્ટ ફિલ્મઃ પ્રતીક વત્સ ઈબ અલ્લે ઉ
 • બેસ્ટ ફિલ્મઃ થપ્પડ
 • બેસ્ટ લિરિક્સઃ ગુલઝાર (છપાક)
 • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સૈફ અલી ખાન (તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયરઃ
 • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ ફર્રોખ ઝફ્ફાર (ગુલાબો સિતાબો
 • બેસ્ટ ડિરેક્ટરઃ ઓમ રાઉત (તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર)
 • બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અલાયા એફ (જવાની જાનેમન)
 • બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ રાજેશ કૃષ્ણન (લૂટકેસ)
 • આરડી બર્મન અવોર્ડઃ ગુલઝાર
 • બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ પ્રીતમ (લૂડો)
 • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) રાઘવ ચૈતન્ય (ગીતઃ એક ટુકડા ધૂપ) (થપ્પડ)
 • બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) અસીસ કૌર (ગીતઃ મલંગ) (મલંગ)
 • પીપલ્સ ચોઈસ અવોર્ડ ફોર બેસ્ટ શોર્ટ ફિલ્મઃ પ્રિયંકા બેનર્જી (દેવી)
 • બેસ્ટ શોર્ટ ફિલ્મ (ફિક્શન) શિરાજ વૈચલ અર્જુન
 • બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિક્શન) નિતેશ રમેસ પારુલકર (બેકયાર્ડ વાઈલ્ડલાઈફ સેન્ચુરી)
 • બેસ્ટ એક્ટ્રેસ (શોર્ટ ફિલ્મ) અર્ણવ અબ્દાગિરે (અર્જુન)
 • બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનઃ કામોદ ખરાડે (થપ્પડ)
 • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ માનસી ધ્રુવ મહેતા (ગુલાબો સિતાબો)
 • બેસ્ટ એડિટિંગઃ યશા પુષ્પા રામચંદ્રાની (થપ્પડ)
 • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનઃ વીરા કપૂર ઈ (ગુલાબો સિતાબો)
 • બેસ્ટ એક્શનઃ રમઝાન, આરપી યાદવ (તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર)
 • બેસ્ટ કોરિયોગ્રાફીઃ ફરાહ ખાન (દિલ બેચારા)
 • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ મંગેશ ઉર્મિલા ધાકડે (થપ્પડ)
 • બેસ્ટ VFX: પ્રસાદ સુતાર (તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર)
 • બેસ્ટ ડાયલોગ્સઃ જૂહી ચતુર્વેદી (ગુલાબો સિતાબો)
 • બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રોહેના ગેરા (સર)
 • બેસ્ટ સ્ટોરીઃ અનુભવ સિંહા તથા મૃણ્મયી (થપ્પડ)
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો