તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સરને હરાવ્યા બાદ સંજુની પહેલી તસવીર:61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો, બાળકોની બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો

મુંબઈ3 મહિનો પહેલા

કેન્સરને હરાવી દેનાર 61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી પોતાના ઘરે આવી ગયો છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ સંજય પોતાની બહેન પ્રિયા દત્ત સાથે ઘરની બહાર જોવા મળ્યો હતો. સંજય પિંક રંગના કુર્તા તથા વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો.

બાળકોને વીડિયો કૉલથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સંજય દત્તની પત્ની માન્યતા તથા તેના બે સંતાનો ઈકરા તથા શાહરાન દુબઈમાં છે. ઈકરા તથા શાહરાનનો 21 ઓક્ટોબરના રોજ 10મો જન્મદિવસ હતો. સંજય દત્ત બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો હતો.

સંતાનોનો જન્મદિવસ પર હેલ્થ અપડેટ આપી હતી
સંજય દત્તે પોતાના ટ્વિન્સ ઈકરા તથા શાહરાનના 10મા જન્મદિવસે આ અંગેની જાહેરાત કરી હતી. સંજય દત્તે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે બીમારી સામેનો જંગ જીતી લીધો છે. જોકે, સંજય દત્તે પોતાની આ પોસ્ટમાં ક્યાંય કેન્સરનો ઉલ્લેખ કર્યો નહોતો.

સંજય દત્તે પોસ્ટમાં કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક દિવસો મારા તથા મારા પરિવાર માટે ઘણાં જ મુશ્કેલભર્યા રહ્યા હતા. જોકે, કહેવાય છે ને કે ભગવાન પોતાના મજબૂત યોદ્ધાને જ મુશ્કેલ સમય આપે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર હું આ યુદ્ધમાં જીતી ગયો હોવાની વાત કરું છું. હું તેમને સૌથી સારી ગિફ્ટ મારું સારું સ્વાસ્થ્ય આપું છું.

આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.

હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.'

સૌથી પહેલા દિવ્ય ભાસ્કરે સંજય દત્તના સાજા થવાના સમાચાર આપ્યા હતા
સંજય દત્તે કેન્સરને હરાવી દીધું છે તે સમાચાર સૌ પહેલા દિવ્ય ભાસ્કરે આપ્યા હતા. 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે કહ્યું હતું, 'સંજય દત્ત હવે ઠીક થઈ ગયો છે.' આ ઉપરાંત કોકિલાબેન હોસ્પિટલના સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. સંજય દત્તનો PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટનો રિપોર્ટ સામે આવ્યો હતો અને તેમાં કેન્સર ફ્રી હોવાની વાત કરવામાં આવી હતી.

11 ઓગસ્ટે કેન્સર હોવાની વાત સામે આવી હતી
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ બીમાર પડ્યો હતો અને તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહીંયા કેટલાંક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને પછી ત્રણ દિવસ બાદ એટલે કે 11 ઓગસ્ટના રોજ એ વાત સામે આવી હતી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser