તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:61 વર્ષીય નેશનલ અવોર્ડ વિનર ડિરેક્ટર એસ પી જગન્નાથનનું કાર્ડિયેક અરેસ્ટને કારણે નિધન

ચેન્નઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ અવોર્ડ વિજેતા ડિરેક્ટર એસ પી જગન્નાથનનું નિધન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. 61 વર્ષીય જગન્નાથનને ગંભીર સ્થિતિમાં ચેન્નઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 7 મે, 1959ના રોજ તમિલનાડુમાં જન્મેલા જગન્નાથને 2003માં તમિળ ફિલ્મ 'ઈયાર્કઈ'થી ફિલ્મી દુનિયામાં કરિયર શરૂ કરી હતી. 'ઈયાર્કઈ'ને 51મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ મળ્યો હતો.

છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં
એસ પી જગન્નાથને 'ઈયાર્કઈ' ઉપરાંત તમિળ સિનેમામાં 'ઈ', 'પેરાનમઈ' તથા 'પુરમ્પોકુ એન્ગિરા પોધુવુદામઈ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ડાયલોગ રાઈટર તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત 'ભૂલોહમ'ના સંવાદો પણ લખ્યા હતા. જગન્નાથને છેલ્લે ફિલ્મ 'લાબમ' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં વિજય સેતુપતિ તથા શ્રુતિ હસન છે. જોકે, હજી સુધી આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

વિજય તથા શ્રુતિએ શ્રદ્ધાંજલિ પાઠવી
એસ પી જગન્નાથનના નિધન બાદ એક્ટર વિજય સેતુપતિએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું, 'લવ યુ સર.'

વિજય સેતુપતિની સો.મીડિયા પોસ્ટ
વિજય સેતુપતિની સો.મીડિયા પોસ્ટ

શ્રુતિ હસને સો.મીડિયામાં કહ્યું હતું, 'એસપી જગન્નાથન સરને અલવિદા કહેતા સમયે મારું મન ભારે થઈ ગયું છે. તમારી સાથે કામ કરવામાં ઘણી જ મજા આવી સર. તમારી સમજદારી તથા દયા ભરેલા શબ્દો માટે આભાર, આ હંમેશાં મારા વિચારમાં સામેલ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.' ચાહકોએ પણ સો.મીડિયામાં ડિરેક્ટરને શ્રદ્ધાંજલિ અર્પી છે.

શ્રુતિ હસનની સો.મીડિયા પોસ્ટ
શ્રુતિ હસનની સો.મીડિયા પોસ્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો