તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • 6 Days After The Office Was Demolished, BMC Also Issued A Notice To Kangana's Housing Society, Seeking Five Details, Including Members' Details.

કંગના vs BMC:ઓફિસ તોડ્યાના 6 દિવસ બાદ BMCએ કંગનાની હાઉસિંગ સોસાયટીને પણ નોટિસ આપી, મેમ્બર્સની ડિટેલ સહિત પાંચ માહિતી માગી

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર 10 સપ્ટેમ્બરની છે. BMCએ કાર્યવાહી કરી એના બીજા દિવસે કંગના પોતાની ઓફિસ જોવા ગઈ હતી.

કંગના રનૌતની પાલી હિલસ્થિત ઓફિસમાં તોડફોડ કર્યાના છ દિવસ બાદ BMCએ મંગળવાર (15 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસની સોસાયટી ચેતકને નોટિસ ફટકારી મેમ્બર્સની માહિતી માગી છે. ચેતક સોસાયટી એક સહકારી સમિતિ છે. માનવામાં આવે છે કે BMC આ કેસમાં કોઈપણ એક્શન લઈ શકે છે. આ પહેલાં BMCએ કંગનાની ખારસ્થિતિ ઘરમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની નોટિસ આપી હતી.

BMCએ કંગનાની સોસાયટી પાસેથી આ 5 ડિટેલ્સ માગી

  • સોસાયટીના પ્રમુખ સભ્યોની માહિતી તથા પાર્ટનરની યાદી.
  • છેલ્લાં ત્રણ વર્ષમાં સોસાયટીની બેઠક, બેંક અકાઉન્ટની માહિતી.
  • ચૂંટણી પ્રોસેસની સાથે મેમ્બર્સની ટ્રાન્સફર યાદી.
  • રેલ હાઉસ તથા બંગલાના અલોકેશનની માહિતી.
  • એગ્રીમેન્ટ સહિત બીજાં પેપર્સની માહિતી.

કંગનાએ BMC પાસે 2 કરોડનું વળતર માગ્યું
કંગના રનૌતે BMC પાસેથી પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે BMCને એક નોટિસ ફટકારી છે. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી. 9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગનાએ 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અંગે વાત કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી કંગનાને વળતર અપાવવાની માગણી કરી હતી.

કંગનાએ 2017માં પાલી હિલસ્થિત બંગલો ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રિનોવેશનનું કામ પૂર્ણ થયું હતું. આ બંગલાને ઓફિસ-કમ-રેસિડેન્સ બનાવવામાં આવ્યો છે. BMCએ ગેરકાયદે બાંધકામ ગણાવ્યું હતું. 1979ના પ્લાન પ્રમાણે, આ બંગલો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લિસ્ટેડ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો