વેકેશન Pics:56 વર્ષીય મિલિંદ સોમન દરિયામાં 100 ફૂટ નીચે રોમેન્ટિક થયો, પત્ની સાથે જોવા મળ્યો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

56 વર્ષીય બોલિવૂડ એક્ટર તથા સુપરમોડલ મિલિંદ સોમન પોતાની ફિટનેસ માટે જાણીતો છે. મિલિંદ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ રહે છે. હાલમાં મિલિંદ સોમન પત્ની અંકિતા કંવર સાથે ઇજિપ્તમાં વેકેશન મનાવી રહ્યો છે. મિલિંદે અંડર વૉટર રોમાન્સનો એક વીડિયો શૅર કર્યો હતો.

ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે
મિલિંદ સોમન તથા અંકતિ કંવરની વેકેશનની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. બંનેએ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું, જેમાં તેમણે પાણીની અંદર 100 ફૂટ નીચે હાથથી દિલ બનાવ્યું હતું. આ વીડિયો શૅર કરીને મિલિંદે કહ્યું હતું, 'એક સાથે વધુમાં વધુ એક્સપ્લોર કરો..'

2018માં લગ્ન કર્યા
મિલિંદે જુલાઈ, 2006માં ફ્રેન્ચ એક્ટ્રેસ Mylene Jampanoi સાથે કર્યાં હતાં. ત્રણ વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા હતાં. 2018માં મિલિંદે 26 વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યા છે. અંકિતાની ઉંમર 30 વર્ષની છે. અંકિતાનું સાચું નામ સુંકુસ્મિતા કંવર છે. 2013માં એર એશિયામાં કેબિન ક્રૂ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કર્યું હતું. તે અસમી સિવાય હિંદી, અંગ્રેજી, બંગાલી તથા ફ્રેન્ચ બોલી શકે છે.

મિલિંદે 1995થી કરિયરની શરૂઆત કરી
મિલિંદે 1995માં ગ્લેમર વર્લ્ડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. મિલિંદ 'મેડ ઇન ઇન્ડિયા' મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો. આ વર્ષે મિલિંદે મોડલ મધુ સ્પ્રે સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવીને ચકચાર મચાવી દીધી હતી. મિલિંજ ફિટનેસ ફ્રિક છે. ગયા વર્ષે મિલિંદે ખુલ્લા પગે મુંબઈથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી દોડીને આવ્યો હતો. મિલિંદે આઠ દિવસમાં 450 કિમી અંતર કાપ્યું હતું. મિલિંદ 2021માં તમિળ ફિલ્મ 'ડૉક્ટર'માં જોવા મળ્યો હતો.