તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંમર તો માત્ર નંબર:55 વર્ષીય મિલિંદે માત્ર 60 સેકન્ડમાં 40 પુશ અપ્સ કર્યાં, ફિટનેસ જોઈ તમામ લોકો હેરાન

3 મહિનો પહેલા
  • મિલિંદ સોમનની 81 વર્ષીય માતા ઉષા સોમન પણ વર્કઆઉટ કરે છે
  • મિલિંદ અવારનવાર સો.મીડિયામાં ફિટનેસ વીડિયો શૅર કરે છે

મોડલ તથા એક્ટર મિલિંદ સોમન અવારનવાર પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના લુકને લઈ તો ક્યારેક ફિટનેસ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ મિલિંદ સોમને એક વીડિયો શૅર કર્યો હતો.

1 મિનિટમાં 40 પુશઅપ્સ

55 વર્ષીય મિલિંદે એક મિનિટમાં 40 પુશ અપ્સ કર્યાં હતાં. ચાહકો પણ આ જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. મિલિંદે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે શર્ટલેસ અવતારમાં જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં મિલિંદે વીડિયો શૅર કર્યો છે અને તે પુશ અપ્સ કરે છે. આ પોસ્ટ શૅર કરીને મિલિંદે પાવરફુલ કેપ્શન પણ આપ્યું છે. મિલિંદે કહ્યું હતું, 'બેઝિક્સ ક્યારેય ના ભૂલો. હું એમ પણ કહું છું કે જ્યારે આખા દિવસમાં મારી પાસે વર્કઆઉટ માટે સમય ના હોય તો પણ હું થોડીક મિનિટ તો કાઢી જ લઉં છું. મોટાભાગે હું જોતો હોઉં છું કે 60 સેકન્ડમાં કેટલા થયા. ટાઈમ, સ્પેસ, ઈક્વિપમેન્ટનું કોઈ બહાનું હોતું નથી. પોતાના બૉડી વેટને મૂવ કરવું પૂરતું છે. બસ એક મિનિટમાં પુશ અપ્સની સંખ્યા વધારવાનો પ્રયાસ કરું છું. શરૂઆત કરવા માટે આ સારું લક્ષ્ય્ છે અને પૂરું કરવા માટે ઉત્તમ.'

કોરોના નેગેટિવ આવ્યા બાદ મિલિંદ 5 કિમી દોડ્યો હતો
થોડાં મહિના પહેલાં મિલિંદને કોરોનો થયો હતો. કોરોના નેગેટિવ આવ્યા બાદ મિલિંદ પહેલી જ વાર પાંચ કિમી દોડ્યો હતો. મિલિંદે કહ્યું હતું, 'આરામદાયક રનિંગ કર્યું, તે પણ 5 કિમી, 40 મિનિટમાં. બહુ જ સારું ફીલ થાય છે. રસ્તા પર પાછા ફરીને શાંતિ મળી છે. કોવિડ 19 પછી તથા લાંબા કોવિડની વાર્તાઓ સંભળાવી રહ્યો છું. શરૂઆતમાં ધીમે ધીમે ચાલવા માગું છું. 10 દિવસમાં ફેફસાંના ઈન્ફેક્શન તથા બ્લડ ક્લૉટ અંગે તપાસ કરાવો.'

કોરોના દરમિયાન આ ઉકાળો પીતો હતો
મિલિંદ સોમણે ઉકાળાની રીત શૅર કરતાં કહ્યું હતું, 'ધાણા, મેથીના દાણા, મરી, તુલસી. આદુ તથા ગોળ. આનો ઉકાળો હું પીતો હતો.'

26 વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યા
મિલિંદ સોમણે પોતાનાથી ઉંમરમાં 26 વર્ષ નાની અંકિતા સાથે 2018માં લગ્ન કર્યાં હતા. અંકિતા પહેલાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. 2006માં મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ મેલેન જેમ્પાનોઈ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2009માં ડિવોર્સ થયા પછી મિલિંદે લાંબા સમય સુધી એક્ટ્રેસ શહાણા ગોસ્વામીને ડેટ કરી હતી.