પાર્ટી સુપર સ્પ્રેડર ઇવેન્ટ બની?:કરનની બર્થડે પાર્ટીમાં સામેલ કેટરીના-શાહરુખ કોરોના પોઝિટિવ, 55 મહેમાનોને ચેપ લાગ્યો હોવાની શક્યતા

મુંબઈ2 મહિનો પહેલા
  • કરન જોહરની પાર્ટી કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી હોય છે

બોલિવૂડ પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરન જોહરે 25 મેના રોજ 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીની થીમ બ્લેક એન્ડ બ્લિંગ હતી. સેલેબ્સ ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા. કરને અંધેરી સ્થિત યશરાજ સ્ટૂડિયોમાં ભવ્ય પાર્ટી આપી હતી. જોકે, કરનની પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શાહરુખ ખાન-કેટરીના કૈફ કોરોના પોઝિટિવ છે. શાહરુખને પહેલી જ વાર કોરોનાનો ચેપ લાગ્યો છે.

કરન જોહરની પાર્ટીમાં સામેલ થયા બાદ કેટરીનાને બીજીવાર કોરોના થયો છે. નોંધનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં કેટરીનાને કોરોના થયો હતો. કેટરીના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ 'મેરી ક્રિસમિસ'નું શૂટિંગ શરૂ કરવાની હતી. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ શૂટિંગ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. કેટરીના અબુ ધાબીમાં યોજાયેલા IIFA 2022 અવોર્ડ શોમાં સામેલ થઈ નહોતી. અહીંયા વિકી કૌશલ એકલો જ આવ્યો હતો. કેટરીના બાદ હવે શાહરુખ ખાન કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. શાહરુખ ઘરમાં જ આઇસોલેશનમાં છે. કેટરીના પણ ઘરમાં જ છે.

પાર્ટીમાં આવેલા 50-55 સેલેબ્સ કોરોના પોઝિટિવ
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કરનની પાર્ટીમાં સામેલ 50-55 જેટલા મહેમાનો કોરોનાની ચપેટમાં આવ્યા છે.

હજી સુધી નામ સામે આવ્યા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનો ભોગ બનનાર મહેમાનોના નામ સામે આવ્યા નથી. જોકે, માનવામાં આવે છે કે બોલિવૂડના ટોપ એક્ટર્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. પાર્ટીમાં સામેલ થનાર સૂત્રોના મતે, કરનના નિકટના મિત્રોને પાર્ટીમાં સામેલ થયા બાદ કોરોના થયો છે. જોકે, કોઈએ પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત જાહેર કરી નથી.

સૈફ-કરીના, કિરણ-આમિર.
સૈફ-કરીના, કિરણ-આમિર.

કોણ કોણ પાર્ટીમાં આવ્યું હતું?
કરનની પાર્ટીમાં સલમાન ખાન, શાહરુખ ખાન, ઐશ્વર્યા-અભિષેક બચ્ચન, શાહિદ કપૂર-મીરા રાજપૂત, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, નીતુ સિંહ, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, કેટરીના કૈફ-વિકી કૌશલ, કરીના કપૂર-સૈફ અલી ખાન, ગૌરી ખાન, આર્યન ખાન, રવિના ટંડન, અનુષ્કા શર્મા, સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા, રશ્મિદા મંદાના, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, આયુષ શર્મા-અર્પિતા ખાન, શ્વેતા બચ્ચન, આમિર ખાન-કિરણ રાવ પણ આવ્યાં હતાં. નવાઈની વાત એ છે કે આમિર ખાન તથા કિરણ રાવના ડિવોર્સ થઈ ગયા હોવા છતાં બંને સાથે આવ્યા હતા અને રેડ કાર્પેટ પર પોઝ આપ્યાં હતાં. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ આવી હતી. પ્રીટિ ઝિન્ટા પતિ સાથે જોવા મળી હતી. ટાઇગર શ્રોફ, કાજોલ, તબ્બુ, રાની મુખર્જી પણ જોવા મળ્યા હતા. રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની, રણવીર સિંહ પણ આવ્યો હતો. દીપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હોવાથી આવી શકી નહોતી. આલિયા ભટ્ટ હોલિવૂડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. પરિણીતી ચોપરા શોર્ટ વન પીસમાં જોવા મળી હતી.

કાર્તિક આર્યનને કેવી રીતે ચેપ લાગ્યો?
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પાર્ટીમાં નહોતો ગયો. તે 'ભૂલ ભુલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. જોકે, આ ફિલ્મની એક્ટ્રેસ કિઆરા અડવાણી પાર્ટીમાં સામેલ થઈ હતી.

કાર્તિક આર્યન.
કાર્તિક આર્યન.

આ પહેલાં અક્ષયને ચેપ લાગ્યો હતો
કાર્તિક આર્યન પહેલાં અક્ષય કુમારને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો હતો. 4 જૂનની સાંજે એક્ટર આદિત્ય રોય કપૂરે કોરોના થયો હોવાની વાત કહી હતી. આ જ કારણે તેની ફિલ્મ 'ઓમઃ ધ બેટલ વિધ ઇન'નું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ પણ પોસ્ટપોન કરવામાં આવે તેવી શક્યતા છે.

ગયા વર્ષે પણ કરનની પાર્ટીને કારણે કોરોના ફેલાયો હતો
ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ને 20 વર્ષ પૂરા થયા હોવાથી કરન જોહરે પોતાના ત્યાં હાઉસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા. પાર્ટીમાં સામેલ સીમા ખાનનો રિપોર્ટ સૌ પહેલાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મહિપ કપૂર પોઝિટિવ થઈ હતી. પછી કરીના તથા અમૃતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન તથા બહેન રિચા પણ પોઝિટિવ છે. કરીનાની નોકરાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં સામેલ સેલેબ્સ એક પછી એક કોરોનાનો ભોગ બનતાં વિવાદ થયો હતો. ત્યારબાદ કરને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.

કરન જોહરે સો.મીડિયામાં શૅર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, 'મેં, મારા પરિવાર તથા ઘરમાં રહેલા તમામ લોકોએ RT PCR ટેસ્ટ કરાવ્યો છે. ભગવાનની મહેરબાનીથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુરક્ષાના કારણોસર મેં બે વાર ટેસ્ટ કરાવ્યો અને બંનેવાર મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો. હું શહેરને સલામત રાખવાના પ્રયાસોની પ્રશંસા કરું છું અને તેમને સેલ્યૂટ કરું છું. હું મીડિયાના કેટલાંક મેમ્બર્સને સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે 8 લોકોના ઇન્ટિમેટ ગેધરિંગને પાર્ટી કહેવાય નહીં. મારા ઘરે કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. ચોક્કસ રીતે મારું ઘર કોવિડ હોટસ્પોટ નથી. આપણે તમામ જવાબદાર લોકો છીએ. દરેક સમયે માસ્ક પહેરીએ છીએ. કોઈએ પણ પેનડેમિકને હળવાશ લીધી નથી. મીડિયાના કેટલાંક મેમ્બર્સને મારી અપીલ છે કે તેઓ પોતાના રિપોર્ટિંગમાં થોડો સંયમ રાખે. ફેક્ટ્સ ચેક કર્યા વગર રિપોર્ટ ના કરે.'

આ પહેલાં ડ્રગ્સ પાર્ટી કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો
કરન જોહરે 2019માં 28 જુલાઈના રોજ એક પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, મલાઈકા અરોરા, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, શાહિદ કપૂર, ડિરેક્ટર અયાન મુખર્જી હતાં. આ વીડિયો કરન જોહરે સો.મીડિયામાં શૅર કર્યો હતો. ત્યાર બાદ આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ પાર્ટીમાં સેલેબ્સે ડ્રગ્સ લીધું હતું. જોકે કરન જોહરે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈએ ડ્રગ્સ લીધું નહોતું.

અન્ય સમાચારો પણ છે...