સેલેબ લાઈફ:52 વર્ષની ભાગ્યશ્રીનો બિકિનીમાં બોલ્ડ અંદાજ જોવા મળ્યો, યુઝર્સે સારા-જ્હાન્વીની સાથે તુલના કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગ્યશ્રી હોટનેસ, સ્ટાઈલ અને ફિટનેસની બાબતમાં આજે પણ બોલિવૂડની ઘણી એક્ટ્રેસને ટક્કર આપે છે
  • જાંબલી મોનોકિની સ્ટાઇલની બિકીની પહેરીને પુલમાં મસ્તી કરી રહી છે

સલમાન ખાનની સાથે ફિલ્મ 'મેંને પ્યાર કિયા'થી રાતોરાત સ્ટાર બનેલી એક્ટ્રેસ ભાગ્યશ્રી હવે 52 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હોટનેસ, સ્ટાઈલ અને ફિટનેસની બાબતમાં આજે પણ તે બોલિવૂડની ઘણી એક્ટ્રેસને ટક્કર આપે છે. તાજેતરમાં તેણે પોતાની કેટલીક તસવીર શેર કરી છે, જેણે જોઈને લોકોને તેની ઉંમર પર વિશ્વાસ નથી આવી રહ્યો. આ તસીવરમાં તે એકમદ ગ્લેમરસ દેખાઈ રહી છે.

ગ્લેમરસ લુક જોવા મળ્યો
ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશાં પોતાના ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સને અપડેટ કરે છે. આ તસવીરમાં ભાગ્યશ્રી વેકેશનને એન્જોય કરતી જોવા મળી રહી છે. તેને ઘણી તસવીર અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે જાંબલી મોનોકિની સ્ટાઇલની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ભાગ્યશ્રી પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરમાં ભાગ્યશ્રી પુલની બહાર પણ પોઝ આપી રહી છે. ઘણા વર્ષો બાદ એક્ટ્રેસનો આવો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.

સારા-જ્હાન્વી સાથે તુલના થઈ
ભાગ્યશ્રીની આ તસવીરો જોઈને ફેન્સ વિશ્વાસ નથી કરી રહ્યા કે તે હજી પણ યુવાન છે. ઘણા ફેન્સ તેની તુલના એક્ટ્રેસ સારા અલી ખાન અને જ્હાન્વીની સુંદરતાની સાથે કરી રહ્યા છે. ભાગ્યશ્રી પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપે છે, તેના કારણે કદાચ આ ઉંમરે પણ તે એકદમ ફિટ છે અને તેનો નિખાર તેના ચહેરા પર પણ દેખાય છે.

થોડા મહિના પહેલા ભાગ્યશ્રીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે પોતાના પતિની સાથે કાશ્મીરમાં રોમાન્સ કરતી જોવા મળી હતી. કેટલાક લોકોએ આ વીડિયોની ટીકા કરી હતી, પરંતુ મોટાભાગના લોકોએ તેના યુવાનની જેમ જીવવાના અંદાજની પ્રશંસા કરી હતી.

19 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા
માત્ર 19 વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રીએ ઉદ્યોગપતિ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા. જો કે, તેના માતા-પિતા તેના લગ્નમાં સામેલ નહોતા થયા, કેમ કે તેના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. જો કે, ભાગ્યશ્રીના દીકરાના જન્મ બાદ તેના માતા-પિતાએ ભાગ્યશ્રી અને હિમાલયને બોલાવવા લાગ્યા હતા. વર્ષ 2009માં તેને ડાંસ રિયાલિટી શો 'ઝલક દિખલા જા સિઝન 3'માં પ્રતિયોગી તરીકે ભાગ લીધો. તે પોતાના પતિની સાથે એક મીડિયા કંપની 'શ્રીનિર્વેશ એન્ટરટેઈનમેન્ટ'નું સંચાલન કરે છે.

અન્ય સમાચારો પણ છે...