તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયામાં મંદિરા બેદીનું કમબેક:રાજ કૌશલના મોતના 5 દિવસ બાદ મંદિરાની પોસ્ટ, એક્ટ્રેસે પતિની તસવીર સાથે તૂટેલા હાર્ટની ઇમોજી શૅર કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ કૌશલનું 30 જૂનના રોજ 49 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકથી અવસાન થયું હતું

મંદિરા બેદીએ પતિના મોતના પાંચ દિવસ બાદ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી છે. મંદિરાએ પતિ સાથેની ત્રણ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં મંદિરા પતિ રાજ કૌશલ સાથે એકદમ ખુશ જોવા મળે છે. તેણે આ તસવીરો સાથે કંઈ જ લખ્યું નથી. તેણે માત્ર તૂટેલા હાર્ટની ઈમોજી શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ પહેલાં મંદિરાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટનો ડિસ્પ્લે પીક (DP) ડિલિટ કરીને એને બ્લેક કર્યો હતો.

મોતના ત્રણ દિવસ પહેલાં પાર્ટી કરી હતી
રાજ કૌશલ રવિવાર, 27 જૂનના રોજ એકદમ ફિટ એન્ડ ફાઇન હતો. તેણે ઝહીર ખાન, સાગરિકા ઘાટગે, આશિષ ચૌધરી, સમિતા બાંગાર્ગી, નેહા ધૂપિયા તથા અંગદ બેદી સાથે પાર્ટી કરી હતી. મંગળવાર, 29 જૂનની સાંજે રાજની તબિયત અચાનક જ લથડી હતી.

મંદિરા બેદીએ પતિના મોત બાદ કરેલી પહેલી સો.મીડિયા પોસ્ટ.
મંદિરા બેદીએ પતિના મોત બાદ કરેલી પહેલી સો.મીડિયા પોસ્ટ.

રાજે એસિડિટીની દવા લીધી હતી
ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં મ્યુઝિક ડિરેક્ટર સુલેમાન મર્ચન્ટે રાજ કૌશલની અંતિમ ક્ષણો અંગે વાત કરી હતી. સુલેમાન મર્ચન્ટે કહ્યું હતું, 'મંગળવારની સાંજે રાજની તબિયત સારી નહોતી. તેણે એસિડિટીની દવા લીધી હતી. સવારના ચાર વાગ્યાની આસપાસ અચાનક જ રાજની તબિયત વધુ બગડી હતી.'

રાજે હાર્ટ-અટેક આવ્યો હોવાનું કહ્યું
સુલેમાને આગળ કહ્યું હતું, 'રાજે મંદિરાને કહ્યું હતું કે તેને હાર્ટ-અટેક આવ્યો છે. મંદિરાએ ઉતાવળે આશિષ ચૌધરીને ફોન કર્યો હતો. આશિષ તાત્કાલિક આવી ગયો હતો. મંદિરા તથા આશિષે રાજને કારમાં બેસાડ્યો હતો. જોકે આ સમયે રાજે ભાન ગુમાવી દીધું હતું. મને લાગે છે કે તેઓ કાર લઈને લીલાવતી હોસ્પિટલ જતા હતા. જો હું ખોટો ના હોઉં તો 5-10 મિનિટમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે રાજની પલ્સ ચાલતી નથી. ડૉક્ટર પાસે પહોંચ્યા એ પહેલાં જ ઘણું મોડું થઈ ગયું હતું.'

રાજ જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તેને પહેલી વાર હાર્ટ-અટેક આવ્યો હતો.
રાજ જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તેને પહેલી વાર હાર્ટ-અટેક આવ્યો હતો.

રાજ પ્રોડ્યુસર-ડિરેક્ટર-સ્ટંટ ડિરેક્ટર હતો
રાજ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા સ્ટંટ ડિરેક્ટર હતો. રાજે 'પ્યાર મેં કભી કભી', 'શાદી કા લડ્ડુ', 'એન્થની કૌન હૈ' જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી અને તેણે ડિરેક્ટ પણ કરી હતી. 'બેખુદી'માં રાજ કૌશલે સ્ટંટ સીન ડિરેક્ટ કર્યા હતા. આ ઉપરાંત રાજ કૌશલે એડ વર્લ્ડમાં ઘણું જ કામ કર્યું હતું. તેણે 800થી વધુ જાહેરાતો ડિરેક્ટ કરી હતી.

1999માં લગ્ન
મંદિરા તથા રાજે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ લગ્ન કર્યાં હતાં. રાજ તથા મંદિરા 2011માં દીકરા વીરના પેરન્ટ્સ બન્યાં હતાં. ગયા વર્ષે બંનેએ દીકરી તારા દત્તક લીધી હતી.

રાજ-મંદિરા સંતાનો સાથે.
રાજ-મંદિરા સંતાનો સાથે.