વર્ષનું બેસ્ટ મુહૂર્ત વેલેન્ટાઇન્સ ડે:આ 5 કપલે ‘વેલેન્ટાઈન્સ ડે’ના દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યાં, કોઇકને આ દિવસ ફળ્યો, કોઇને ઘોર નિરાશા મળી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે કોઈને પ્રેમ કરતા હો અને બાકીનું જીવન તે પાર્ટનર સાથે રહેવા માગતા હો, તો લગ્ન કરવા માટે ‘વેલેન્ટાઈન્સ ડે’થી બેસ્ટ દિવસ બીજો કયો હોઈ શકે? આ દિવસ તમે જેમને પ્રેમ કરતા હો તો તેમની સામે લાગણી વ્યક્ત કરવાનો છે. ઘણી સેલિબ્રિટીએ જીવનની નવી જર્ની શરુ કરવા વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કર્યાં. આ બોલિવૂડ જોડીમાં અરશદ વારસી, સંજય દત્ત અને મંદિરા બેદીનું નામ સામેલ છે. વેલેન્ટાઈન્સ ડેના શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યાં હોય તેવાં પાંચ કપલની રસપ્રદ સ્ટોરી જાણીએ...

1. રામ કપૂર અને ગૌતમી ગાડગિલ

નાના પરદાના રોમેન્ટિક અને આઈડિયલ કપલ રામ કપૂર અને ગૌતમી ટીવી શોમાં કામ કરતી વખતે જ પહેલીવાર મળ્યાં. ‘ઘર-એક મંદિર’ સિરિયલના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. 14 ફેબ્રુઆરી, 2003ના રોજ આ કપલે લગ્ન કર્યાં. ઘણી વખત આ કપલ એકસાથે જોવા મળે છે. તેમનો પ્રેમ આજદિન સુધી ઓછો થયો નથી.

2. રૂસલાન મુમતાઝ અને નિરાલી મહેતા​​​​​​​

ટીવી સિરિયલ ‘બાલિકા વધુ’ ફેમ અભિનેતા રૂસલાન મુમતાઝ અને તેની પત્ની નિરાલી મહેતાએ 14 ફેબ્રુઆરી, 2014ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. એ પછી કપલે ગુજરાતી રીતિ-રિવાજથી 2 માર્ચ, 2014ના રોજ ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. આ બંને પહેલી વખત શ્યામક દાવરના ડાન્સ સ્ટુડિયોમાં મળ્યાં હતાં. કોરોનાની પ્રથમ લહેર એટલે કે 26 માર્ચ, 2020 ના રોજ આ સેલિબ્રિટી દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો.

3. અર્શદ વારસી અને મારિયા ગોરેટ્ટી​​​​​​​​​​​​​​

‘મુન્નાભાઈ’ અને ‘અસુર’ ફેમ એક્ટર અર્શદ અને મારિયા વર્ષ 1991માં મળ્યાં હતાં. 8 વર્ષ સુધી એકબીજાને સરખી રીતે ઓળખ્યા પછી તેમણે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ મેરેજ કર્યાં. તે સમયે અર્શદ કોલેજ ડાન્સ ફેસ્ટિવલમાં જજ હતો અને મારિયા તે જ પ્રોગ્રામમાં કન્ટેસ્ટન્ટ હતી. આ દરમિયાન બંનેની આંખ મળી અને પછી દિલ મળ્યાં. મારિયાના ધર્મ પ્રમાણે ચર્ચ વેડિંગ અને અર્શદના ધર્મ પ્રમાણે કપલે નિકાહ પઢ્યાં હતાં. આ કપલને બે સંતાન છે.

4. સંજય દત્ત અને રિયા પિલ્લઈ​​​​​​​​​​​​​​

પ્રથમ પત્ની રિચા શર્માના મૃત્યુ પછી સંજય દત્તે તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ રિયા પિલ્લઈ સાથે મુંબઈમાં મંદિર સિક્રેટ વેડિંગ કર્યાં હતાં. લગ્ન કર્યાને થોડાં જ વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયાં હતાં. અલગ થયા પછી રિયાએ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે અને સંજયે માન્યતા સાથે વર્ષ 2008માં લગ્ન કર્યાં. સંજય અને માન્યતા સાથે રહે છે અને તેમને બે સંતાન છે. રિયાના નસીબમાં પાર્ટનરનું સુખ ના હોવાથી તે લિએન્ડરથી પણ અલગ થઈ ગઈ. લિએન્ડર પેસ આજકાલ અભિનેત્રી કિમ શર્માને ડેટ કરી રહ્યો છે.

5. મંદિરા બેદી અને રાજ કૌશલ

​​​​​​​એક્ટ્રેસ અને ક્રિકેટ પ્રેઝન્ટર મંદિર બેદી અને સ્વર્ગસ્થ બોલિવૂડ ડિરેક્ટર રાજ કૌશલે 14 ફેબ્રુઆરી, 1999ના રોજ લગ્ન કર્યા હતાં. 22 વર્ષના સુખી લગ્નજીવન પછી ગયા વર્ષે રાજની અચાનક વિદાય થતાં મંદિરા ભાંગી પડી હતી. આ કપલને એક દીકરો છે તેનું નામ ‘વીર’ છે. વર્ષ 2020માં તેમણે એક દીકરી દત્તક લીધી હતી અને તેનું નામ ‘તારા’ રાખ્યું હતું. ટીવી એક્ટ્રેસ મૌની રોયનાં લગ્નમાં મંદિરા બેદી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...